ખબર

નિર્ભયા કેસ: ઈલાજ કરવાવાળા ડોકટરે વ્યક્ત કરી હચમચાવી દેનારી હકીકત, કહ્યું “ફાટેલા કપડાં હટાવીને જોયું તો દિલ..”

આજે સવારે 5:30 કલાકે નિર્ભય કેસના ચારેય આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવાંમાં આવ્યા ત્યારે નિર્ભયાની માતાએ છેલ્લા 7 વર્ષથી પણ વધુ સમયથી પોતાના હૃદયમાં સળગતી ન્યાય મેળવવા માટેની આગને શાંત કરી હતી. એ ક્ષણ કેવી હશે જયારે દેશની આ દીકરી નિર્ભય સાથે આવું દુષ્કર્મ થયું હશે, આપણે તો બસ તેના વિશે સાંભળી અને એમના દુઃખમાં સહભાગી થઇએ છીએ પરંતુ જે લોકોએ નિર્ભયાને નજીકથી જોઈએ છે, તેની ચીસ સાંભળી છે, તેને રડતા જોઈએ છે એવા લોકોના હૃદય ઉપર શું વીતી હશે એ કલ્પના બહારનું છે.

Image Source

નિર્ભયાને જયારે હોસ્પિટલ લઇ આવવામાં આવી હતી ત્યારે ત્યાં ઉપસ્થિત જે ડોકટરે નિર્ભયાનો ઈલાજ કર્યો હતો એ ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી હકીકત સાંભળીને કોઈનું પણ હૃદય હચમચી ઉઠે એમ છે.

16 ડિસેમ્બર 2012ની રાત્રી નિર્ભય માટે કાલરાત્રિ સમાન હતી, પેરામૅડિકલની માત્ર 21 વર્ષની વિદ્યાર્થીની નિર્ભય જયારે પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઈને આવી રહી હતી ત્યારે તેની સાથે સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું, અને આ નરાધમોએ બર્બરતાની બધી જ હદો પર કરી દીધી હતી. ભલે આજે એ ચારેય આરોપીઓને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા હોય પરંતુ નિર્ભયાની ચીસ આજે પણ ગુંજી રહી છે. આજે પણ નિર્ભયાના દર્દની વાત નીકળે છે ત્યારે ઈલાજ કરવા વાળા ડોક્ટર પણ હચમચી ઉઠે છે. ડો. વિપુલ કંડવાલે આ વિષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

Image Source

16 ડિસેમ્બર, 2012ની રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં નિર્ભયાને લાવવામાં આવી હતી, ત્યાં ડો. વિપુલ કંડવાલ દ્વારા નિર્ભયાનો સૌપ્રથમ ઈલાજ કરવામાં આવ્યો હતો. તે સમયમાં ડો.વિપુણ સફદરગંજમાં નાઈટ શિફ્ટમાં કામ કાર્યરત હતા, તેમને નજરે જોયેલી વાત જણાવતા તેમને કહ્યું હતું કે નિર્ભયાની હાલત જોઈને તે અંદરથી જ હચમચી ઉઠ્યા હતા. જીવનમાં આમ પહેલા ક્યારેય નહોતું જોયું.

Image Source

ડો.વિપુલે જણાવ્યું હતું લે “રાત્રે દોઢ વાગ્યાનો સમય હશે, હું હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પાર હતો, ત્યારે જ રોજની જેમ જ સાયરન વાગતી એક પૂર ઝડપી એમ્યુલન્સ ઇમર્જન્સીની બહાર આવીને ઉભી રહી ગઈ, તાત્કાલિક ઘાયલને ઇમર્જન્સીની અંદર ઈલાજ માટે પહોંચાડવામાં આવ્યું. મારી સામે 21 વર્ષની એક યુવતી હતી, તેના શરીર ઉપર ફાટેલા કપડાં હટાવ્યા, અંદરથી તપાસ કરી તો માની લો હૃદય બંધ થઇ ગયું, આવો કેસ મેં મારા જીવનમાં પહેલા ક્યારેય નહોતો જોયો, મારા મનની અંદર પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો હતો કે કોઈ આટલું નિર્દય કેવી રીતે હોઈ શકે છે?”

Image Source

વધુમાં જણાવતા ડોકટરે કહ્યું: “મેં લોહી રોકવા માટે પ્રારંભિક સર્જરી શરૂ કરી, લોહી રોકાઈ રહ્યું નહોતું, કારણ કે રોડથી કરવામાં આવેલા ઘા એટલા ઊંડા હતા કે તેને મોટી સર્જરીની જરૂર હતી, આંતરડા પણ ઊંડા સધી કપાયેલા હતા, મને નહોતી ખબર કે આ યુવતી કોણ છે, એટલામાં જ પોલીસ અને મીડિયાના કેટલાય વાહનો હોસ્પિટલ પહોંચવા લાગ્યા.”  ડો.કંડવાલ જોકે આ યોદોને શેર કરવા નહોતા માંગતા, એ કહેતા હતા કે આ ઘટના મારા માટે ખુબ જ ભાવુક છે. પપરંતુ હા જો નિર્ભયાનો જીવ ભસીઆવી શકતા તો તેની સાથે ફોટો જરૂર શેર કરતા. એ રાત્રે જ નહીં પરંતુ બે-ત્રણ અઠવાડિયા સુધી અમે દિવસ રાત નિર્ભયાની હાલત સુધારવામાં લાગી ગયા હતા.

Image Source

ડો. વિપુલ કંડવાલએ તેના ઈલાજ માટે કહ્યું હતું કે: “ઉપચાર માટે વિશેષજ્ઞ ડોક્ટરોની એક ટિમ બનાવવામાં આવી, તેમાં હું પણ હતો, પરંતુ પછીથી હાલત બગડવાના કારણે તેને હાયર સેન્ટરમાં રેફર કરવામાં આવી હતી, જ્યાંથી એર એમ્યુલન્સથી તેને સિંગાપુર પણ મોકલવામાં આવી, પરંતુ બધા જ પ્રયાસો કરવા છતાં નિર્ભયાને બચાવી શકાય નહીં.”  એક વર્ષ સફદરજંગ પછી ડો.કંડવાલ મેદાંતા હોસ્પિટલ ચાલ્યા ગયા, હવે છેલ્લા કેટલાક વર્ષોથી તે દેહરાદૂન હોસ્પિટલમાં કાર્યરત છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.