ખબર

નિર્ભયાના માતાનો ગુસ્સો ફાટ્યો જ્વાળામુખીની જેમ, બળાત્કારી દોષિતના વકીલને કહ્યું તું કોણ છે…

સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે નિર્ભયાની માતાને સોનિયા ગાંધીનું ઉદાહરણ આપીને દોષીઓને માફ કરવાનો અનુરોધ કર્યો છે. નિર્ભયાના દોષીઓ માટે કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. હવે દોષીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસીને માચડે લટકાવી દેવામાં આવશે. દોષીઓએ ચાલતી બસે 16 ડિસેમ્બર 2012ના રોજ મેડિકલની વિધાર્થી પર સામુહિક બળાત્કાર કર્યો હતો.

Image Source

નિર્ભયાની માતા આશા દેવીએ શુક્રવારે દિલ્લીની એક અદાલત દ્વારા આરોપીઓને ફાંસીની તારીખ ટળવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ બાદ તુરંત જ જયસિંહે ટ્વીટ કરીને આરોપીઓને માફ કરવાનો અનુરોધ કર્યો હતો.

Image Source

ઇન્દિરા જયસિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું નિર્ભયાની માતા આશાદેવીના દુઃખ સાથે પુરી રીતે સહેમત છું. હું તેને સોનિયા ગાંધીનું ઉદાહરણને અનુસરવાનો અનુરોધ કરું છું. સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના હત્યાના દોષી નલિનીને માફ કરી દીધા હતા. અને કહ્યું હતું કે, તે ફાંસી નથી ઇચ્છતી. અમે તમારી સાથે છે પરંતુ ફાંસીના વિરુદ્ધમાં છે. 1991માં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવગાંધીના હત્યામાં ભૂમિકા ભજવનાર નલિનીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે તેને દોષી ઠેરવવામાં આવી હતી.

જયસિંહ ઈન્દીરાના આ નિવેદન બાદ આશાદેવીએ કહ્યું હતું કે, ઇન્દિરા જયસિંહ આ રીતે મને કહેવા વાળી કોણ છે ? આખો દેશ આરોપીઓની ફાંસી ઈચ્છે છે આ લોકોના કારણે જ દુષ્કર્મી પીડતાઓને ન્યાય નથી મળી શકતો.

આ પહેલા શુક્રવારે આશાદેવીએ સરકાર અને કોર્ટ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે અપરાધીઓ ઈચ્છે તે જ થઇ રહ્યું છે. તારીખ પર તારીખ. વધુમાં આશાદેવીએ કહ્યું હતું કે, 2012માં જે લોકો રેલીમાં ભાગ લઇ અને મહિલા સુરક્ષાના નારા લગાવતા હતા તે આજે તેના રાજનૈતિક લાભ માટે મારી દીકરીના મોત પર રાજકારણ રમી રહ્યા છે. રાજનૈતિક લાભ માટે ફાંસી રોકી દેવામાં આવી છે. નિર્ભયા મામલે દોષીઓને પહેલા 22 જાન્યુઆરી સવારે 7 વાગ્યે ફાંસી આપવાના હતા હવે 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપશે.

Image Source

આશાદેવીનું કહેવું છે કે, જ્યાં સુધી આ લોકોને લટકાવવામાં નહીં આવે ત્યાં સુધી મને સંતોષ નહીં થાય. જણાવી દઈએ કે, નિર્ભયાના ચાર દોષીઓ વિનય, અક્ષય, પવન અને મુકેશ પાસે કાનૂની વિકલ્પ લગભગ પુરા જ થઇ ગયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.