ખબર

નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસમાં આખરે ચારેય દોષિતોને મૃત્યુદંડ, સાત વર્ષ બાદ મળ્યો ન્યાય

નિર્ભયાના ચાર દોષિતો, મુકેશસિંહ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરને ફાંસીની સજા આપી દેવામાં આવી છે. સવારે 5.30 વાગ્યે તેમને ફાંસી અપાઇ હતી. નીચલી અદાલતથી સુપ્રીમ કોર્ટ સુધી એક જ દિવસમાં ફાંસી ટાળવાની બધી જ યુક્તિઓ નાકામ થયા બાદ પણ નિર્ભયાના દોષિતો મૃત્યુથી બચવાના પ્રયાસો કરતા રહ્યા.

Image Source

મોડીરાત્રે હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢયા બાદ આરોપીના વકીલ રાતે દોઢ વાગ્યે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારના ઘરે પહોંચ્યા હતા. તેમની અરજી પર રાતે 2.30 વાગ્યે સુપ્રિમ કોર્ટ ખુલ્યું અને જસ્ટિસ આર ભાનુમાથી, જસ્ટિસ અશોક ભૂષણ અને એએસ બોપન્નાની બેંચે સુનાવણી કરી. લગભગ 50 મિનિટ સુનાવણી કર્યા પછી, ખંડપીઠે આ અરજીને ફગાવી દીધી હતી, અને ફાંસી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું, આ અરજી પાયાવિહોણી છે. આ સાથે સાત વર્ષ, ત્રણ મહિના અને ત્રણ દિવસ પછી શુક્રવારે સવારે 5.30 વાગ્યે વિનય શર્મા, પવન ગુપ્તા, અક્ષય ઠાકુર અને મુકેશ સિંહને લટકાવવાનો માર્ગ સાફ થઇ ગયો હતો.

જો કે, આ ત્રણ દોષિતોએ ફાંસીની સજા પર સ્ટેની માંગણી કરતી અરજીને બરતરફ કરવા વિરુદ્ધ ગુરુવારે રાત્રે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાત્રે 10 વાગ્યાની આસપાસ થયેલી સુનાવણીમાં હાઇકોર્ટે પણ આ અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે દોષિતોના વકીલને સખ્ત સ્વરમાં કહ્યું હતું કે તમારા ક્લાઈન્ટોનો હવે ઉપરવાળાને મળવાનો સમય આવી ગયો છે. આ પછી, ગુનેગારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પણ અહીં પણ તેઓને નિષ્ફળતા જ મળી.

Image Source

અગાઉ, નીચલી કોર્ટે દોષિતોની અરજીને ફગાવી દીધી હતી, જ્યારે એક તરફ પીડિતાનો પરિવાર ખુશ દેખાઈ રહ્યો હતો, બીજી તરફ દોષી અક્ષયની પત્નીના આંસુ છલકાઈ ગયા હતા. નિર્ભયાની માતા આશા દેવીએ આદેશ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, ગુનેગારોને ફાંસી બાદ તેમની દીકરીની આત્માને આરામ શાંતિ મળી જશે. તેણે કહ્યું, હું ખુશ છું. મારી દીકરી સાથે થયેલા અપરાધના સાત વર્ષ બાદ મને ન્યાય મળ્યો છે. આખરે, ગુનેગારોને હવે ફાંસી આપવામાં આવશે. મને હવે રાહત થશે.

બીજી તરફ, આ કેસમાં મૃત્યુદંડની સજા મળેલા અક્ષય કુમારની પત્ની પટિયાલા હાઉસ કોર્ટની બહાર રડી પડી હતી અને કહ્યું હતું કે તેને અને તેના સગીર પુત્રને પણ ફાંસી પર લટકાવી દેવા જોઇએ.

Image Source

અક્ષયની પત્નીએ તાજેતરમાં જ બિહાર ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેણે કહ્યું કે તે બળાત્કાર કરનારની વિધવાની ઓળખ સાથે જીવવા માંગતી નથી. કોર્ટની બહાર તેણે કહ્યું કે, મને પણ ન્યાય જોઈએ છે. મને પણ મારી નાખો મારે જીવવું નથી મારો પતિ નિર્દોષ છે. સમાજ કેમ તેમની પાછળ પડ્યો છે? અમે એવી આશા સાથે જીવી રહ્યા હતા કે અમને ન્યાય મળશે, પરંતુ અમે છેલ્લા સાત વર્ષથી દરરોજ મરી રહ્યા છીએ. તેણે સેન્ડલથી પોતાને મારવાનું શરૂ કર્યું, ત્યારબાદ કોર્ટની બહાર હાજર વકીલોએ તેને હિંમત આપી હતી.

Image Source

ત્યારે જણાવી દઈએ કે ફાંસીનો ઘટનાક્રમ શું હતો –

રાત આખી ચારેય દોષિતો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. સવારે વહેલા 3.15 વાગે તેમને ઉઠાડી દેવામાં આવ્યા હતા.

લગભગ 4 વાગ્યે લટકાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. ગુનેગારોને અલગ ડેથ સેલમાં રાખવામાં આવ્યા હતા. જેલના અધિકારીઓ પહેલા ગુનેગારો પાસે પહોંચ્યા હતા. દોષીઓને નહાવા અને પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ ના પાડી.

Image Source

સવારે 5 વાગ્યે ગુનેગારોને કાળા કપડાં પહેરાવવામાં આવ્યા. તિહાર જેલમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેલની બહાર મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળ તૈનાત કરાયા હતા. ડીજી તિહાર જેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ પછી, જેલ અધિકારીઓએ ફાંસી ઘરની મુલાકાત લીધી. તિહારમાં પહેલીવાર ચારેય દોષીઓને એક સાથે લટકાવવાની તૈયારી કરવામાં આવી હતી. લગભગ 10 ફૂટનો તખતો લટકાવવા માટે તૈયાર હતો.

તિહાર જેલમાં જેલ અધિક્ષક, નાયબ અધિક્ષક અને ડોક્ટર પણ હાજર હતા. આ પછી ચારેય દોષિતોને ફાંસી ઘર લઈ જવામાં આવ્યા હતા. તમામ આરોપીઓના મોં પર કપડા બાંધવા ઉપરાંત તેમના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા હતા.

5.30 વાગ્યે ફાંસીનો ફંદો ગળામાં નાખવામાં આવ્યો અને લીવર ખેંચી લેવામાં આવ્યું.

ચારેયની લાશ લગભગ 30 મિનિટ સુધી તખ્તા પર લટકી રહી હતી. 6 વાગ્યે તેના મૃતદેહની તપાસ કરવામાં આવી હતી. તબીબી અધિકારીએ ચાર ગુનેગારો પવન, અક્ષય, મુકેશ અને વિનયને મૃત જાહેર કર્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.