ખબર

નિર્ભયાના બળાત્કારીએ બચવા અપીલ કરીને કહ્યું કે, મને ફાંસી કેમ આપી રહ્યા છે…આના કરતા તો- વાંચીને લોહી ઉકળી જશે

નિર્ભયા કાંડને 7 પૂર્ણ થવામાં ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે 7 વર્ષથી ન્યાયની માંગણી કરતા નિર્ભયાના પરિવારજનો અને નિર્ભયાનું સમર્થન કરતા લાખો લોકો સામે કોર્ટ દ્વારા આરોપીઓને ફાંસીની સજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Image Source

જેના માટે આરોપીઓમાના એક આરોપી અક્ષય કુમારે ફાંસીની સજાથી બચવા માટે પુનર્વિચાર યાચિકા દાખલ કરી હતી.

આ યાચિકામાં કેટલીક એવી વાતો તેને જણાવી જેને વાંચીને સૌ કોઈ હેરાન રહી ગયા હતા.

આ યાચિકામાં લખવામાં આવ્યું છે કે “દિલ્હીમાં વધતા પ્રદૂષણથી એમ પણ અમે સમય કરતા વહેલા જ મૃત્યુ પામવાના છીએ તો અમને ફાંસી આપવાની શું જરૂર છે?” વધારેમાં આ યાચિકાની અંદર લખ્યું હતું કે “દિલ્હીની હવા અને પાણી હવે પ્રદુષિત થઇ રહ્યા છે, દિલ્હી ગેસ ચેમ્બરમાં બદલાઈ રહયું છે, જેન કારણે સમય કરતા વહેલા જ મૃત્યુ નક્કી છે ત્યારે ફાંસીની શું જરૂર છે?”

Image Source

મૃત્યુને સામે જોઈને આરોપીને હવે વેદ-પુરાણ અને ભગવાન યાદ આવવા લાગ્યા હતા, આ યાચિકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે “સત્યુગમાં લોકો હાજારો વર્ષો સુધી જીવતા હતા.”

Image Source

“તરત યુગમાં પણ લોકો હજારો વર્ષો સુધી જીવતા હતા, પરંતુ કળયુગમાં હવે ઉંમર ઘટીને 50-60 વર્ષ થઇ ગઈ છે, ત્યારે અમે એમ જ મૃત્યુ પામવાના છે માટે અમને ફાંસી આપીવાની જરૂર નથી.

તિહાડ જેલમાં બંધ નિર્ભયા બળાત્કાર કેસના ચારે આરોપીઓને ટુંક સમયમાં ફાંસીએ ચઢાવાશે તેવી ચર્ચાઓ તેજ બની રહી છે.

તિહાડ જેલ પાસે જોકે ફાંસની સજાની તારીખ કરતો કોઈ પત્ર હજી સુધી સરકાર તરફથી આવ્યો નથી પણ જેલ પ્રશાસને આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે જેલમાં ફાંસીનુ રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ. આ રિહર્સલમાં 100 કિલો વજનના એક પુતળાને ફાંસી આપવામાં આવી હતી. તેને 1 hour સુધી માંચડા પર લટકાવી રખાયો હતો.

Image Source

આ કરવા પાછળનુ કારણ એ જોવાનુ હોય છે કે, ફાંસીની સજા માટે વપરાતી રસ્સી આરોપીઓને ફાંસી આપવામાં આવે તો તુટી ના જાય તેટલી મજબૂત છે કે નહી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.