ખબર

શોકિંગ ન્યુઝ: નિર્ભયાનાં હત્યારાઓને 22 જાન્યુઆરીએ ફાંસી નહિ આપી શકાય, કારણ જાણીને મગજ જશે

નિર્ભયા રેપ કેસમાં દોષિતોને 22 જાન્યુઆરીના રોજ તિહાર જેલમાં થનારી ફાંસીને લઈને એક મોટી ખબર આવી રહી છે, જે અનુસાર દોષિતોની દયા યાચિકા પર હજુ કોઈ નિર્ણય ન આવ્યો હોવાથી 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે ફાંસી નહિ આપવામાં આવે.

સજાની જાહેરાત થઇ હોવા છતાં દોષિતો તરફથી સતત યાચિકાઓ દાખલ કરવામાં આવી રહી છે અને ચા દોષીતોમાંથી એક મુકેશ સિંહની ફાંસીના વિરુદ્ધમાં દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન દિલ્હી સરકારે પોતાનો પક્ષ મુકતા કહ્યું કે દયા યાચિકા પર હજુ નિર્ણય નથી આવ્યો એવામાં 22 જાન્યુઆરીએ ફાંસી નહિ થાય. સુનાવણી દરમ્યાન અદાલતે મુકેશના વકીલને પટિયાલા હાઉસ કોર્ટ જવા કહ્યું છે એટલે કે હાઇકોર્ટમાં મુકેશની યાચિકા પર સુનાવણી નહિ થાય.

Image Source

તિહાડ જેલ પ્રશાસન તરફથી વકીલે કહ્યું કે દયા યાચિકા રદ્દ થયાના 14 દિવસ બાદ દોષિતોને ફાંસી આપી શકાશે. નિયમ અનુસાર દયા યાચિકા રદ્દ થયા બાદ ફાંસીના 14 દિવસ પહેલા નોટિસ આપવામાં આવે છે. એ પણ ત્યારે જયારે રાષ્ટ્રપતિ પાસે પહોંચેલી દયા યાચિકા રદ્દ થઇ જાય છે તો. ત્યારે હવે એવા સમયે હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

આના પર હાઇકોર્ટે વકીલને કહ્યું છે કે જો આ બાબત છે તો તમે હાઇકોપરતમાં યાચિકા ન નાખવી જોઈએ અને ટ્રાયલ કોર્ટ પાસે જવું જોઈએ. ટ્રાયલ કોર્ટ પાચિતમેં અહીં નહીં પણ સીધા સુપ્રીમ કોર્ટ જ જાઓ.

જણાવી દઈએ કે દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે 7 જાન્યુઆરીએ નિર્ભયાના ચારેય દોષિતોનું ડેથવોરંટ જારી કર્યું હતું. આ વોરન્ટ વિરુદ્ધ દોષિત મુકેશના વકીલ તરફથી યાચિકા દાખલ કરવામાં આવી અને આને ટાળવાની વાત કહેવામાં આવી. ટ્રાયલ કોર્ટે જયારે ડેથવોરંટ જારી કર્યું ત્યારે મુકેશ તરફથી કોઈ દયા યાચિકા દાખલ કરવામાં આવી ન હતી.

મુકેશના વકીલ તરફથી હાઇકોર્ટમાં એવો તર્ક પણ આપવામાં આવ્યો કે એ ટ્રાયલ કોર્ટના આદેશને ચેલેન્જ નથી કરી રહ્યાં પણ એ તર્ક આપી રહયા છે કે આ નિર્ણય હાલ લાગુ નહિ થઇ શકે, કારણ કે અત્યારે પરિસ્થિતિ જુદી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.