ખબર

BREAKING NEWS: કોર્ટ 3 માર્ચે થનારી ફાંસીને લઈને આપી મોટી ઘોસણા, જાણો અત્યારે જ

નિર્ભયા મામલે લાગે છે વારંવાર દોષિતો તેને બચવા માટે અવનવા ઉપાયો અજમાવી રહ્યા છે. હાલમાં જ કેસના છેલ્લા અને ચોથા દોષિત પવન કુમાર ગુપતએ ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. પરંતુ કોર્ટે તેની આ અરજી ફગાવી દીધી છે.

Image Source

આ બાદ પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયાની અરજી કરી હતી. આ બાદ લાગી રહ્યું હતું કે ફાંસી આપવામાં આવશે પરંતુ દુઃખદજનક વાત છે કે, પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના ચારેય દોષિયોની ફાંસી આગળના આદેશ સુધી રોકી દીધી છે.

સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશનની અરજી નકારવામાં આવ્યા બાદ તુરંત જ પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. દોષિતોએ 3 માર્ચને ફાંસી ટળવાની અરજી પર સોમવારે થયેલી સુનાવણીમાં દોષિતોના વકીલ એપીસિંહે દલીલ કરી હતી કે, જ્યાં સુધી રાષ્ટ્રપતિ દ્વારા કોઈ નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી ફાંસી પર સ્ટે લગાવે.

Image Source

આ પર તિહાર જેલ પ્રસાશને કોર્ટને કહ્યું હતું કે, હવે જજનો કોઈ રોલ નથી રાષ્ટ્રપતિ અમારી પાસે રિપોર્ટ માંગશે. તે સમય સુધી કોર્ટમાં ફાંસી રોકાયેલી રહેશે. તો બીજી તરફ કોર્ટ દોષિતોના વકીલને કહ્યું હતું કે, તમે આગ સાથે રમી રહ્યા છો.

જણાવી દઈએ કે, ચારેય દોષિતો વિનય, મુકેશ, પવન ગુપ્તા અને અક્ષય સિંહે દરેક કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી લીધો છે. તો બીજી તરફ ક્યુરેટિવ પિટીશન અને દયા અરજી કરવામાં મોડુ કરવા બદલ પવનના વકીલ એપી સિંહની કોર્ટ ઝાટકણી કરી હતી.

આ બાબતે નિર્ભયાના માતા આશાદેવીએ કહ્યું હતું કે, હું કોર્ટની કાર્યવાહીને કારણે દુઃખી છું. બધા જ લોકો જોઈ રહ્યા છે કે, વકીલો કેવી રીતે કોર્ટમાં ફાંસીનો અમલ નથી થવા દેતા. હું જાણવા માંગુ છું કે, સુપ્રીમ કોર્ટ આટલો સમય કેમ લઈ રહી છે. જ્યારે નિર્ણય થઈ ગયો છે તો અમલમાં સમય ન થવો જોઈએ.

Image Source

જણાવી દઈએ કે, 16 ડિસેમ્બર 2012ની દિલ્લીના વસંત વિહાર વિસ્તારમાં 23 વર્ષની પેરામેડિકલની વિધાર્થીની નિર્ભયા સાથે ચાલતી બસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં દોષીતોએ નિર્ભયાના પ્રાઇવેટ પાર્ટમાં રોડ પણ નાખી દીધીઓ હતો. આ ઘટના બાદ નિર્ભયાને સારવાર અર્થે સિંગાપોર લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની નિંદા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઇ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.