ખબર

આખી રાત ઊંઘ્યાં પણ નહિ અને સવારે ફાંસી ઘરમાં જમીન પર સૂઈ જઈને માંગવા લાગ્યા માફી

નિર્ભયા સામુહિક બળાત્કાર અને હત્યાના દોષિતોને શુક્રવારે સવારે તિહાડ જેલમાં ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા. વર્ષ 2012માં દેશની રાજધાની દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપ કેસમાં લગભગ સવા સાત વર્ષ બાદ ન્યાય થયો છે. તિહાડ જેલના ફાંસી ઘરમાં શુક્રવારે સવારે 5.30ના ટકોરે નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા.

તિહાડ જેલમાં ચારેયને અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા હતા. તેમના પર 24 કલાક પહેલાથી ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી હતી. એ માટે 15 જણાની ટિમ તૈનાત કરી દેવામાં આવી હતી.

Image Source

ફાંસી પહેલા ચારેય દોષિતોમાંથી આગલી રાતે માત્ર મુકેશ અને વિનયે જ ખાધું હતું, જ્યારે પવન અને અક્ષય જમ્યા ન હતા. ચારેય દોષીતોએ બેચેનીમાં આખી રાત વિતાવી હતી. માહિતી અનુસાર, મુકેશ, અક્ષય, વિનય અને પવન આખી રાત ઊંઘી નહોતા શક્યા. સવારે સવા ત્રણ વાગ્યે તેમને જગાડવામાં આવ્યા હતા. તેમને નહાઈ લેવાનું પણ કહેવામાં આવ્યું હતું અને તેમની ઇચ્છાનુસાર પ્રાર્થના કરવાનું પણ કહેવામાં આવ્યું હતું, પણ તેઓએ એમાંથી કશું જ ન કર્યું. તેમને ચા-નાસ્તાનું પૂછવામાં આવ્યું હતું પણ ચારેયે નાસ્તો કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ પછી તેમને કાળા કપડાં પહેરાવવામાં આવ્યા હતા. અને તેમના હાથ પાછળ બાંધી દેવામાં આવ્યા હતા. બે દોષિતોએ હાથ બાંધવાનો ઇન્કાર કરતા, પોલીસકર્મીઓની મદદથી તેમના હાથ બાંધવામાં આવ્યા અને તેમને ફાંસી ઘર લઇ જવામાં આવ્યા હતા. ડોક્ટરે તેમને ચકાસીને ચારેય ફાંસી આપવા માટે ફિટ હોવાનું જણાવ્યું હતું.

Image Source

ફાંસી ઘરમાં પહોંચતા જ ચારેય દોષિતો જમીન પર સૂઈ ગયા અને રડવા લાગ્યા અને માફી માંગવાની વાત કહેવા લાગ્યા. બાદમાં જેલ અધિકારીઓની મદદથી તેમને આગળ લઈ જવામાં આવ્યા. ફાંસીએ લટકવામાં તેઓ કોઈ પ્રતિકાર ન કરે તે માટે તેમના હાથપગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. 5.25 કલાકે તેમના ગળામાં ફંદો લગાવવામાં આવ્યો હતો, જલ્લાદે ચારેયના ગળામાં દોરડાની ગાંઠને સતર્કતાથી બાંધી દીધી. બરાબર સાડા પાંચે જ્યારે જેલ સુપ્રિટેન્ડન્ટે ઈશારો કર્યો તો જલ્લાદે લિવર ખેંચી દીધું.

આ પછી 30 મિનિટ સુધી તેમના શરીર એમ જ લટકેલા રહયા અને 6 વાગે ડૉકટરે આ ચારેયને મૃત જાહેર કરી દીધા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.