ખબર

નિર્ભયાના બળાત્કારીઓના પક્ષમાં વકીલે કરી અજીબ દલીલ, પૂછ્યું કે શું આમને ફાંસી આપવાથી…

એવા અહેવાલો આવી રહયા છે કે નિર્ભય ગેંગરેપના દોષિતોને જલ્દી જ ફાંસી આપવામાં આવશે અને તેમને ફાંસી આપવાની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. પણ હજુ આ વાતની પુષ્ટિ થઇ નથી. પણ આ બધી જ ખબરો વચ્ચે આ દોષિતોના વકીલે એક અજીબ નિવેદન આપ્યું છે. તે દોષિતોને ફાંસીથી બચાવવાની બધી જ સંભવ કોશિશો કરી રહયા છે.

Image Source

દોષિતોના વકીલ એપી સિંહે નિવેદન આપતા પૂછ્યું કે શું ગેરેન્ટી છે કે જો નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવશે તો મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અટકી જશે? સાથે જ તેમને હૈદરાબાદમાં મહિલા પશુ ચિકિત્સક સાથે થયેલા દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટર પર પણ કહ્યું કે આ એન્કાઉન્ટર બાદ જે રીતે સંસદમાં બેસેલા આપણા સાંસદો એવું કહી રહયા હતા કે આવા અપરાધીઓને ગોળી મારી દેવી જોઈએ, તો આ તો આપણા સંવિધાનનું અપમાન છે.

એપી સિંહનું આ નિવેદન પટિયાલા હાઉસ કોર્ટની સુનાવણીની પહેલા જ આવ્યું હતું. 13 ડિસેમ્બરના રોજ પટિયાલા હાઉસ કોર્ટ નિર્ભયાના માતાપિતાની યાચિકા પર સુનાવણી કરવાનું હતું, પણ હવે તરીકે લંબાવીને 18 ડિસેમ્બર કરી દેવામાં આવી છે. કારણ કે 17 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં એક દોષિતની યાચિકા પર સુનાવણી થવાની છે, એ પછી જ પટિયાલા કોર્ટમાં સુનાવણી થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.