નિર્ભયાના ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસી આપવામાં આવનારી છે ત્યારે આ દોષિતો ફાંસીથી બચવા અને ફાંસીને ટાળવા માટે જુદા-જુદા પેંતરાઓ કર્યા જ કરે છે, ત્યારે હવે ચારમાંથી એક દોષિત મુકેશ સિંહે બુધવારે વકીલ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું કે દુષ્કર્મ અને હત્યાના સમયે તે દિલ્હીમાં ન હતો.
મુકેશ સિંહના વકીલે ટ્રાયલ કોર્ટમાં અપીલ કરી કહ્યું હતું કે, મારા ક્લાઈન્ટની 17 ડિસેમ્બરે રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. ગેંગરેપ વખતે એ ઘટનાસ્થળ પર જ ન હતો. મુકેશે અરજીમાં દાવો કર્યો છે કે તેની 17 ડિસેમ્બર 2012 એ રાજસ્થાનથી ધરપકડ કરાઇ હતી. આ સાથે જ મુકેશે તિહાડ જેલમાં હેરાનગતિનો આરોપ લગાવ્યો છે.

ફાંસીના માત્ર 3 દિવસ પહેલા જ આ અરજીને કારણે એ સવાલ ઉભો થયો છે કે તેણે આ અરજી આખરે કોર્ટમાં કેમ દાખલ ન કરી કે તે ઘટના સ્થળે અથવા ઘટનાના દિવસે દિલ્હીમાં હાજર નહોતો.
તો બીજી તરફ બીજા દોષિત અક્ષય ઠાકુરની પત્ની પુનીતાએ પણ ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી આપી છે. અને કહ્યું છે કે તે અક્ષયની વિધવા બનીને રહેવા ઇચ્છતી નથી. તેને પોતાના પતિને ફાંસીથી બચાવવા માટે કાયદાકીય ચાલ ચાલી છે.

બીજી વાત એ પણ છે કે નિર્ભયાના દોષિતોની ફાંસીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેના ભાગ રૂપે તિહાર જેલમાં પવન જલ્લાદે જેલ કર્મચારીઓની મદદ દ્વારા ફાંસીનો ટ્રાયલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગ રેપના ચારેય આરોપીઓને 20 માર્ચે ફાંસીની સજા કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે નિર્ભયાના દોષિતોને નક્કી કરેલા દિવસે ફાંસીની સજા આપવામાં આવશે કે નહિ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.