છેલ્લા 7 વર્ષ 3 મહિના અને 4 દિવસથી ચાલી રહેલી ન્યાય માટેની માંગણી આજે વહેલી સવારે જ સંતોષાઈ, સવારે 5:30 કલાકે તિહાડ જેલની અંદર નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા. છેલ્લા કેટલાય સમયથી આ ચારેય આરોપીઓ કોઈને કોઈ દાવપેચ કરી અને ફાંસીની સજાને પાછી ઠેલાવે જતા હતા. પરંતુ છેલ્લે તેમને તેમના કર્મોની સજા મળી જ ગઈ.

આજે સવારે ફાંસી આપી એ પહેલા પણ તેમના દાવ પેચ તો ચાલુ જ હતા, આરોપીઓના વકીલ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના દરવાજા ઉપર આગળની રાત્રી સુધી આરોપીઓને બચાવવાના પૂરતા પ્રયાસો કરતા રહ્યા પરંતુ હવે તેમને કોઈ બચાવી શકે એમ નહોતું, અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા સવારે 3:30 કલાકે આરોપીઓની અરજીને ખારીજ કરી ફાંસીની સજા મંજુર રાખી હતી.
ફાંસી આપવાના સમયે આરોપીઓ રડતા રહ્યા, ખરતા રહ્યા, પોતાના જીવની ભીખ માંગતા રહ્યા પરંતુ હવે એ બધાનો કોઈ મતલબ નહોતો, તેમને જે દુષ્કર્મ કર્યું હતું તેની સજા તો તેમને મળવાની જ હતી, આરોપી વિનયે તો ફાંસીના તખ્તા ઉપર ચઢતા પહેલા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો, તેને જેલ સુપ્રીટેન્ડેન્ટના પગ પણ પકડી લીધા અને પોતાના જીવની ભીખ માંગવા લાગ્યો, તેને ફાંસી પહેલા કપડાં પણ નહોતા બદલ્યા, તેને કહ્યું: “મને માફ કરી દો, હું મરવા નથી માંગતો.”

આરોપીઓને ફાંસી આપતા પહેલાની રાત ખુબ જ ભયાનક હતી, ચારેય આરોપીઓ આખી રાત જાગતા રહ્યા ને વારંવાર જેલ કર્મીઓને પૂછતાં રહ્યા કે કોર્ટ તરફથી તેમની ફાંસીને રોકવાનો કોઈ ઓર્ડર આવ્યો છે ?
ચારેય આરોપીઓને રાત્રે જેલના નિયમ પ્રમાણે જમવાનું આપવામાં આવ્યું હતું, પરંતુ આરોપીઓને પોતાનું મૃત્યુ સામે દેખાઈ રહ્યું હતું, ચારેય આરોપીઓને જેલમાં અલગ અલગ બેરેકમાં રાખવામાં આવ્યા હતા, જમવાની થાળી સામે આવતા પણ તેમની હિંમત જ ના થઇ કે થાળીને હાથ લાવી શકે, મુકેશ અને વિનાયે તો જમવાનું લેવાની જ ના પાડી દીધી હતી.

જેલ કર્મીઓના કહેવા ઉપર તેમને થાળી લઇ તો લીધી છતાં પણ તેમને ખાવાની ઈચ્છા ના થઇ અને થાળીને દીવાલની તરફ ખસેડી દીધી, થોડા સમય પછી બંનેએ થોડું ખાઈ લીધું બીજી તરફ આરોપી અક્ષય અને પવને થાળી તો લઇ લીધી પરંતુ તેમને પણ ખાવાની ઈચ્છા ના થઇ, રાત્રે થોડી દાળ અને રોટલી ખાઈને તે દીવાલને ટેકો દઈ બેસી રહ્યા.
ચારેય આરોપીઓને પોતાના મૃત્યુના એંધાણ તો મળી જ ગયા હતા. તિહાડ જેલની અંદર આજે હલચલ પણ જુદી હતી, એક વધારાની લાઈટ લગાવી દેવામાં આવી હતી, તેમજ છ-સાત ગાર્ડ પણ આરોપીઓના સેલની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા, આરોપીઓ પોતાની જાતને નુકશાન ના પહોંચાડે તેના માટેની પણ પૂરતી કાળજી લેવામાં આવી રહી હતી.

આરોપીઓને જણાવી દેવામાં આવ્યું હતું કે તેમને સવારે 3:15 ઉઠાડી દેવામાં આવશે અને સવારે 4 વાગે નાહીને તેને કાલા કપડાં પહેરાવી ફાંસી ઘરમાં લઇ જવામાં આવશે. જલ્લાદ પવનકુમારે જેલરની ઉપસ્થિતિમાં જ કાળા કપડાં, ચહેરાના નકાબ ત્રણ નંબરની જેલમાં રાખી દીધા હતા, આરોપીઓને તેમના બેરેકમાંથી ત્રણ નંબરની જેલમાં લઇ ગયા બાદ ત્યાંથી ફાંસીઘરમાં લઇ જવાના હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.