વડોદરા: ASIના દીકરાની ઉંડેરા તળાવમાં મોતની છલાંગ, અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું, “મમ્મીને સાચવજો !!”

દેશભરમાંથી આપઘાતની ઘણી જ ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને યુવા વર્ગ આપઘાત જેવા પગલાં ભરવા લાગ્યા છે, ત્યારે હાલ વડોદરા શહેરમાંથી પણ એક કમકમાટી ભરેલી ઘટના સામે આવી છે જેમાં એક પોલીસકર્મીના દીકરાએ જ તળાવની અંદર મોતની છલાંગ લગાવી હતી, અને તેનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં ફરજ બજાવતા પોલીસકર્મીના 23 વર્ષીય પુત્રએ “હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું મારી મમ્મીને સાચવજો !” તેવી અંતિમ ચિઠ્ઠી લખી અને ઉંડેરા તળાવની અંદર ઝમ્પલાવ્યું હતું. તળાવ વરસાદી પાણીથી છલોછલ હોવાથી રાત સુધી પાણીમાં લાપતા યુવાન મળ્યો નહોતો. જોકે, આજે બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

આ બાબેટ મળી રહેલ વધુ માહિતી પ્રમાણે વડોદરા શહેર પોલીસ તંત્રમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારના પુત્ર નિરજ પવારે ઉંડેરા ગામના તળાવમાં પડતું મુકતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. બિરાજે અંતિમ ચિઠ્ઠીમાં ઉંડેરા તળાવમાં કૂદવા જવાનો ઉલ્લખ કરીને ઘરેથી સાઇકલ લઈએં ઉંડેરા તળાવ પહોંચ્યો હતો.

આ બનાવની જાણ ટી.પી.-13 ફાયર બ્રિગેડને થતાં સબ ફાયર ઓફિસર અનિરૂદ્ધસિંહ ઝાલા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તળાવમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી.  જોકે, તળાવ વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી પાણીમાં લાપતા થયેલ યુવાન મળી આવ્યો ન હતો. પરંતુ આજે બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

આ બાબતે નિર્જન પિતાએ જણાવ્યું હતું કે, “આ બનાવની જાણ થઇ ત્યારે નોકરી ઉપર હતો. મને બનાવની જાણ થતાં તુરંત જ હું ઉંડેરા તળાવે આવી પહોંચ્યો છું. પુત્ર નીરજ ઘરે ચિઠ્ઠી લખીને નીકળ્યો હતો. જેમાં તેણે માત્ર “હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું” તેમ લખ્યું છે. તેણે કયા કારણોસર તળાવમાં પડતું મુક્યું તેની મને ખબર નથી. તે હાલ ઘરે જ હતો કોઇ કામ-ધંધો કરતો ન હતો.”

Niraj Patel