ભારતમાં દરેક ધાર્મિક સ્થળની એમ રહસ્ય અને મહત્વ હોય છે. ભારતમાં આવા ધાર્મિક સ્થાનોની કમી નથી. પરંતુ આવું જ એક ધાર્મિક સ્થળ ભારતમાં આવેલું છે. નીરાઈ માતાની મંદિર બાબતે આજે તમને જણાવીશું.
નીરાઈ માતાજીનું મંદિર છતીસગઢના ગરિયાબંદ જિલ્લાના મુખ્યાલયથી 12 કિલોમીટર દૂર પહાડી વિસ્તારમાં આવેલું છે.નીરાઈ માતાનું મંદિર શ્રદ્ધાળુઓ અને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરની ખાસિયત એ છે કે વર્ષમાં એક જ વાર ખુલ્લે છે. તે પણ ફક્ત 5 કલાક માટે, સવારે 4થી સવારે 9 વાગ્યા સુધી 5 કલાકમાં માતાના દર્શન માટે હજારો ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા ઉમટી પડે છે. આ કારણે આ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

અહીં એક ચમત્કારિક ઘટના બને છે. તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. નીરાઈ માતાના મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે દર વર્ષ ચૈત્રી નવરાત્રી દરમિયાન જ્યોત પ્રજ્વલિત થાય છે. જે લગાતાર નવરાત્રીના નવ દિવસ સુધી તેલ કે ઘી વગર પ્રજ્વલિત થાય છે. આ કેવી પ્રજ્વલિત થાય છે અને કેમ થાય છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ચમત્કારને કારણે આજુબાજુના વિસ્તારના લોકો પૂજા અર્ચના કરે છે. આ મંદિરમાં મૂર્તિ કે મંદિર ના હોવા છતાં લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી પૂજા કરે છે.
ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, માતા નીરાઈની લોકો છેલ્લા 200 વર્ષથી પૂજા કરે છે. માતા બધાની મનોકામના પૂર્ણ કરે છે.ચૈત્ર નવરાત્રીના પ્રથમ રવિવારે જાતરા મનાવવામાં આવે છે.

નીરાઈ માતાના ઊંચા પહાડોએ જાતરાના એક અઠવાડિયા પૂર્વે પ્રકાશ પુંજ જ્યોતિ ચમકે છે. વર્ષમાં એક જ દિવસ માતા નીરાઈના દર્વાજ આમ લોકો માટે ખુલ્લે છે. બાકી અહીં આવવા માટે પ્રતિબંધ છે. માતા નીરાઈના મંદિરમાં મન્નત પુરી કરવા માટે શ્રદ્ધાનુસાર કોઈને કોઈ વસ્તુ ચડાવવાની પરંપરા છે.
બધા જ માતાજીના મંદિરમાં સુહાગની વસ્તુઓ ચઢતી હોય છે. પરંતુ અહીં માતાજીને સિંદૂર, સુહાગ, શ્રુંગાર, ગુલાબ જેવો સામાન નથી ચઢાવવામાં આવતો. ફક્ત નારિયેળ અને અગરબત્તી જ ચઢાવવામાં આવે છે.
અહીં માતાજીના દર્શન માટે શરાબ સેવન કરીને આવે અથવા ખરાબ વિચારીને આવે તો તે વ્યક્તિ મધમાખીના કોપનો ભોગ બને છે.

આ મંદિરની બીજી એક માન્યતા એ છે કે, અહીં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી, સાથે જ પૂજા-પાઠ કરવાની કરવાની પણ મંજૂરી પણ નથી. મહિલાઓને અહીંનો પ્રસાદ ખાવાને પણ વર્જિત માનવામાં આવે છે. જો કોઈ મહિલા પ્રસાદ લઇ લઈએ તો હોઈ ખરાબ ઘટના ઘટે છે.

માન્યતા છે કે, માનતા પૂર્ણ થયા બાદ ભેટ સ્વરૂપે કોઈને કોઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ. પરંતુ અહીં માનતા પૂર્ણ થયા બાદ પશુની બલી તેમાં ખાસ કરીને બકરાની બલી ચઢાવવામાં આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.