આજકાલ મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમને સરકારી નોકરી મળી જાય. જેના માટે લોકો દિવસ રાત મહેનત પણ કરતા હોય છે. ઘણા લોકોને સરકારી નોકરી હોવા છતાં પણ કોઈ મોટા હોદ્દા ઉપર જગ્યા મળે એ માટે થઈને પણ મહેનત કરતા હોય છે.
પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. આજે લોકોને એક સરકારી નોકરી નથી મળતી ત્યારે એક 26 વર્ષની મહિલાને 5 વર્ષની અંદર 7 સરકારી નોકરીઓ મળી હતી તે છતાં પણ તેને એ 7 સરકારી નોકરીઓ પણ છોડી દીધી.
રાજસ્થાનની પ્રેમિલા નેહરા એક એવી યુવતી છે જેને 26 વર્ષની ઉંમરમાં 9 વાર સરકારી નોકરી મળી ગઈ. જેમાંથી વર્ષ 2013થી 2018 વચ્ચે જ પાંચ વર્ષમાં 7 વાર સરકારી નોકરી છોડી ચુકી છે હવે 2021માં તે 8મી વાર સરકારી નોકરી છોડવાની તૈયારીમાં છે.
પ્રેમિલા 7 વાર સરકારી નોકરી છોડવા બાબતે જણાવે છે કે તેનું જીવન એવા લોકો માટે એક મિસાલ છે જેઓ મોટા લક્ષ નક્કી કરે છે અને નાની સફળતા મળતા જ આગળ વધવાનું છોડી દે છે.
હાલમાં પ્રેમિલા રાજસ્થાનના નાગૌર જિલ્લાના નાવા લીચાણાની સરકારી શાળામાં એક વરિષ્ઠ શિક્ષિકાના રૂપમાં કાર્યરત છે. પ્રેમિલાના લગ્ન સીકર જિલ્લાના ગામ બોદલાસીના રાજેન્દ્ર પ્રસાદ રણવા સાથે થયા છે. રાજેન્દ્ર પ્રસાદ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે.
પ્રેમિલાએ વર્ષ 2015માં તૃતીય શ્રેણી ભરતી પરીક્ષામાં રાજ્યભરમાં 28મી રેન્ક મેળવી હતી. ત્યારબાદ 2017માં આરપીએસસીના સેકેંડ ગ્રેડ શિક્ષક ભરતી પરીક્ષામાં રાજ્યભરમાં 22 રેન્કથી સફળતા મળેવી હતી.
2018માં આરપીએસસીની સ્કૂલી વ્યાખ્યાતા પરીક્ષામાં ફરી સફળતાનો પરચમ લહેરાવ્યો અને રાજ્યમાં નવમોં ક્રમાંક મળ્યો. આ સાથે જ રાજસ્થાન પોલીસમાં કોસ્ટેબલ ભરતી પરીક્ષા, પટવારી ભરતી પરીક્ષા, ગ્રામ સેવક ભરતી પરીક્ષા, એસએમસી જીડી, રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલય લિપિક ભરતી અને આરપીએસસી લિપિક ભરતી, મહિલા અને બાલ વિકાસ વિભાગની મહિલા પર્યવેક્ષક ભરતી પરીક્ષા અને સી ટેટમાં પણ સફળતા મેળવી છે.
પ્રેમિલાનું કહેવું છે કે તેનું લક્ષ આરએએસ અને યુપીએસસી પરીક્ષા ક્રેક કરવાનું છે. જેના કારણે આ મોટી પરીક્ષાઓની તૈયારી કરવામાં અન્ય પરીક્ષાઓ પણ આપતી રહે છે. વર્ષ 2016-17માં તો એવો પણ મોકો આવ્યો કે પટવારી, ગ્રામ સેવક,એલડીસી અને મહિલા સુપર્વાઇઝરમાં એક સાથે નંબર આવી ગયો. કોઈમાં તેને જોઈનીંગ ના કર્યું.