ફિલ્મી દુનિયા

જે એક્ટ્રેસને રાજકપૂરની ફિલ્મથી મળ્યો હતો બ્રેક, હવે તેનું જ થયું નિધન- વાંચો અહેવાલ

હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ નિમ્મીએ બુધવારે સાંજે તેના મુંબઈ સ્થિતિ ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈમાં હાર્ટએટેક આવતા 88 વર્ષીય નિમ્મીનું અવસાન થયું હતું. નિમ્મી છેલ્લા ઘણા સમયથી બીમાર હતી.

 

View this post on Instagram

 

A post shared by @_Casanova🖕 (@ayaan_0018) on

નિમ્મીએ 16 વર્ષ સુધી બોલીવુડમાં કામ કર્યું હતું. વર્ષ 1949થી 1965 સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ હતી, નિમ્મીનું નામ તે સમયે સફળ એક્ટ્રેસમાં શામેલ હતું. નિમ્મીનું અસલી નામ ‘નવાબ બાનો’ હતું.

 

View this post on Instagram

 

A post shared by @retrobollywood on

નિમ્મીએ 50 અને 60ના દાયકામાં તેની લોકચાહના હતી. નિમ્મીએ ‘બરસાત’થી પોતાનું ફિલ્મી ડેબ્યૂ કર્યું અને લોકોનું દિલ જીત્યું હતું. આ પછી તેણે ‘અમર’, ‘દાગ’,’દીદાર’, ‘ભાઈ-ભાઈ’, ’બસંત બહાર’,’મેરે મહેબૂબ’,’કુંદન’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Old bollywood (@old_bollywood_fan) on

નિમ્મીએ એસ અલી રાજા સાથે લગ્ન કર્યા હતાં. જેનું 2007માં અવસાન થયુ હતું તે એક લેખક હતા. રિપોર્ટનું માનીએ તો કરિયરના શરૂઆતના દિવસમાં નિમ્મીનું ઘણી ડિમાન્ડ હતી. કહેવામાં આવે છે કે, રાજકપૂરથી લઈને દિલીપ કુમાર, અશોક કુમાર અને ધર્મેન્દ્ર કેવા કલાકારો તેની સાથે કામ કરવા ઉત્સુક હતા. રાજ કપૂર તો નિમ્મીને પોતાની એક ફિલ્મમાં કામ કરવા માટે જીદ પર આવી ગયા હતાં.નિમ્મીએ પોતાની બહેનના દીકરાને દત્તક લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Geeta Bali (@geeta_bali_1930) on

નિમ્મીએ વર્ષ 1993માં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું મોટા રોલ કરી શકત પરંતુ મને કોઈએ પણ સારા રોલ આપ્યાં નહીં, મને હજુ પણ એ ઈચ્છા છે કે હું કોઈ સારા રોલ કરું’

 

View this post on Instagram

 

A post shared by Zuber Haque (@zuberhaque) on

નિમ્મીના નિધનના સમાચાર સાંભળીને બોલીવુડના કલાકારોએ ટ્વીટ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.

88 વર્ષીય નિમ્મીના નિધનને લઈને જાણીતા ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.