અજબગજબ

પાંચ બહેન વચ્ચે રહેલા એકમાત્ર ભાઈએ ગરીબીમાં બાળપણ વિતાવી આજે મેળવ્યું વાયુસેનામાં સ્થાન, વાંચીને તમને પણ ગર્વ થશે

ઘન લોકોની મહેનતના ઉદાહરણ આપણે જોયા હશે, કે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું હશે, અને પોતે ગરીબ હોવા છતાં પણ પોતાની મહેનત દ્વારા પોતાના સપનાઓને પુરા કર્યા હશે, એવું જ એક રાજસ્થાનના જોધપુર જિલ્લાથી 96 કિલોમીટર દૂર આવેલા હરલાયા ગામના એક યુવાને કરી બતાવ્યું છે.

Image Source

ગરીબી અને મુશ્કેલીઓ વચ્ચે પણ તેને પોતાના સપનાને સાકાર કર્યું છે અને પોતાના ગામડાની ઝુપડીથી લઈને તેને વાયુસેનામાં સ્થાન મેળવ્યું છે. આ યુવકનું નામ છે નિમ્બારામ, જે પાંચ બહેનો વચ્ચે એકલો જ એક ભાઈ છે. તેનું બાળપણ પણ ખુબ જ ગરીબીમાં વીત્યું છે.

Image Source

વાયુસેનામાં જોડાયા બાદ નિમ્બારામ જણાવ્યું કે: “પિતાના અવસાન બાદ નવમા ધોરણમાં જ અભયસ છોડવાનો વખત આવી ગયો હતો, પરંતુ તેની માતાએ હિંમત બંધાવી અને તેના સાહસને વધાર્યું જેના પરિણામે આજે મારુ ભારતીય વાયુસેનામાં સિલેક્શન થઇ ગયું છે.

Image Source

નિમ્બારામ હાલ કર્ણાટક બેલગામના સાંબરા સ્થિત ટ્રેનિંગ સ્કૂલની અંદર પ્રશિક્ષણ લઇ રહ્યો છે. નિમ્બારામ જયારે કર્ણાટકની ટ્રેનિંગ સ્કૂલમાં જવા માટે રવાના થયો ત્યારે તેની બહેને તેને તિલક લગાવી અને રાખડી બાંધી વિદાય આપી હતી. નિમ્બારામની પ્રગતિ ઉપર બધાની આંખો ભીની પણ થઇ હતી.

Image Source

નિમ્બારામમેં જણાવ્યું કે “ભારતીય વાયુસેનાના સપ્ટેમ્બર 2019ની બેચમાં 2620માંથી 902ની રેન્ક ઉપર ઍરફોર્સ ફુરપ એક્સ (તકનીકી) પદ ઉપર તેની પસંદગી થઇ હતી. બેલગામની અંદર તેની ડિસેમ્બર 2020 સુધી બેઝિક ટ્રેનિંગ થશે, ત્યારબાદ ચેન્નઈમાં ટ્રેડ ટ્રેનિંગ થશે. ત્યારબાદ તેને પોસ્ટિંગ આપવામાં આવશે.

Image Source

નિમ્બરમ્ના દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં 86 ટકા આવ્યા હતા અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષામાં 90 ટકા સાથે પાસ થયો હતો, ત્યારબાદ તેને સીકરના એક કોચિંગમાં આઈટીઆઈ કરવામાં માટે પ્રવેશ લીધો. આ દરમિયાન ડિફેન્સ સર્વિસની તૈયારી પણ કરવા લાગ્યો, ભારતીય વાયુસેનાનું ફોર્મ ભર્યું અને કઠોર મહેનત કરી 2019માં તેની એરફોર્સમાં પસંદગી થઇ ગઈ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.