ખબર

અમદાવાદમાં સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો અને પછી જે થયું તે ખરેખર દરેક માં-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો છે

નિકોલમાં આકાશ રાજપુતે 6 મહિનામા 3 વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું, સગીરાની હાલત એવી થઇ કે જાણીને રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્ક્રમના કિસ્સા સામે આવે છે. ઘણીવાર યુવતિઓ, મહિલાઓ અને સગીરાઓ સાથે લગ્નની લાલચે અથવા તો નોકરીની લાલચે શરીર સંબધ બાંધવામાં આવે છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં યુવતિ પ્રેગ્નેટ થઇ જતા યુવક દ્વારા તેને તરછોડી દેવામાં આવે છે. ત્યારે હાલમાં કેટલાક સમય પહેલા અમદાવાદના નિકોલમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમીને સર્વસ્વ સોંપી દેનાર એક સગીરાને હવે પસ્તાવાનો વખત આવ્યો છે.

લગ્નની લાલચે પ્રેમીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ પણ જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે તેને તરછોડી દીધી. ત્યારે આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે બાદ પોલિસે પોક્સો અને બરાત્કારની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને પ્રેમીની ધરપકડ કરી હતી. આરોપી આકાશ રાજપુત નિકોલ પોલીસની કસ્ટડીમાં છે, તે નિકોલ ચાર માળીયાનો રહેવાસી છે.

તે તેના મિત્રના ઘરે આવતો હતો અને તે સમયે જ મિત્રની બાજુમા રહેતી સગીરાને તેણે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. તેણે છ મહિનામા 3 વખત સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો અને તેને કારણે સગીરા ગર્ભવતી થતા જ આકાશે તેને તરછોડી દીધી હતી. જે બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે આરોપીએ તેના મિત્ર સાથે તેને હોસ્પિટલ મોકલી અને સગીરાની ઉમર ખોટી બતાવી તેમજ મિત્રને પ્રેમિકાનો પતિ બતાવ્યો.

પ્રતિકાત્મક તસવીર

પ્રેગ્નેંસી રીપોર્ટ પોઝીટીવ આવતા જ આરોપી આકાશ સગીરાને તરછોડી ફરાર થઇ ગયો હતો. સગીરાના માતા-પિતાને આ અંગેની જાણ થતા જ તેઓએ ગર્ભપાત કરાવ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. આરોપીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને તે પહેલા ગેરેજમાં નોકરી કરતો હતો.