નિક્કી હત્યા કેસમાં વધુ એક ખુલાસો, 35 KM સુધી લાશને લઈને ફરતો રહ્યો હત્યારો સાહિલ, લગ્નને લઈને માથાકૂટ થતા કેબલથી ગળું દબાવી ઉતારી મોતને ઘાટ

લિવ ઈન વાળા ચુપચાપ ચેતી જજો: કારગિલ યુદ્ધમાં પોતાના બંને હાથ ખોઈ બેસનારા સૈનિકની ભત્રીજી હતી નિક્કી, ડેટા કેબલથી ગળું દબાવ્યું, 35 કિમિ સુધી….જાણો અંદરનો દર્દનાક ખુલાસો

દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે અને તેમાં પણ ઘણા હત્યાના મામલાઓ રૂંવાડા ઉભા કરી દેનારા પણ હોય છે. ત્યારે હજુ દિલ્હીની શ્રદ્ધા હત્યાકાંડનો મામલો ઠંડો પણ નથી પડ્યો ત્યાં નિક્કી યાદવની હત્યાના મામલાએ ચકચારી જન્માવી છે. આ મામલામાં હત્યારા સાહિલ ગહેલોતે નિક્કીની હત્યા કરીને લાશ તેના ઢાબાના ફ્રિજમાં સંતાડી દીધી હતી અને પછી અન્ય યુવતી સાથે લગ્ન પણ કર્યા હતા.

આ મામલે આરોપીની ધરપકડ પણ થઇ ગઈ છે અને પોલીસ પણ આ હત્યાકાંડમાં હવે એક પછી એક ખુલાસા પણ સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું હતું કે 9 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે લગ્નને લઈને નિક્કી અને સાહિલનો ગાડીની અંદર જ ઝઘડો થઇ ગયો હતો અને વાત એટલી બધી વણસી ગઈ કે ગુસ્સે ભરાયેલા સાહિલે કાશ્મીરી ગેટ સ્થિત ISBT પર મોબાઈલ ચાર્જરના કેબલથી નિક્કીનું ગળું દબાવી હત્યા કરી નાખી.

નિક્કીની હત્યા કર્યા બાદ તે 35 કિમિ દુર મિત્રાવ ગામમાં પહોંચ્યો હતો. અહીંયા સાહિલે પોતાના ઢાબાની અંદર ફ્રીજમાં નિક્કીની લાશને છુપાવી દીધી હતી. સાહિલ તેની લાશને ઠેકાણે લગાવે એ પહેલા જ કોઈએ પોલીસને ખબર પણ કરી દીધી હતી, જેના બાદ પોલીસે 10 ફેબ્રુઆરીના રોજ નિક્કીની લાશને મેળવી લીધી હતી. જયારે આ ઘટના બની એજ દિવસના એક CCTV ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં નિક્કી સાહિલના ઘરમાં જતી પણ જોવા મળી રહી છે.

આ મામલાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારના રોજ સાહિલની ધપરકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ પર પણ મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે DCP ક્રાઇમ બ્રાન્ચ સતીશ કુમારે જમાવ્યું હતું કે સાહિલના લગ્ન તેના પરિવાર દ્વારા અન્ય યુવતી સાથે નક્કી કરી દેવામાં આવ્યા હતા અને 10 ફેબ્રુઆરીના રોજ બંનેના લગ્ન પણ હતા. આ વાત નિક્કીને 9 ફેબ્રુઆરીના રોજ ખબર પડી હતી. તે દિવસ બંનેએ ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ સાહિલે જવાની ના પાડી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો.

પોલીસે હત્યામાં વપરાયેલી સફેદ કાર પણ કબજે કરી લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આરોપી સાહિલે પોતાનો ગુનો કબૂલી લીધો છે. દિલ્હી પોલીસે આરોપી સાહિલ વિરુદ્ધ આઈપીસીની કલમ 302, 201 હેઠળ કેસ નોંધ્યો છે. નિક્કીના પિતા સુનીલે આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે. નિક્કીના કાકા પ્રવીણ યાદવ કારગિલ યુદ્ધમાં લડ્યા હતા. પાકિસ્તાન સાથેના  યુદ્ધમાં તેમણે પોતાના બંને હાથ ગુમાવ્યા હતા.

Niraj Patel