અભિનેત્રી અને મૉડલ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા સેન્સેશન બની ચુકી છે. પોતાની હસીન તસવીરો અને વિડીયોથી તે ચાહકોને વિજ્યુઅલ ટ્રીટ કરતી જોવા મળે છે. નિક્કી બિગ બોસની કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે. શોમાં નિક્કી અને જાન કુમાર સાનુની મિત્રતા ખુબ વધી ગઈ હતી અને ચાહકોએ બંનેની જોડીને ખુબ પસંદ કરી હતી. બિગ બોસ પછી નિક્કી ખતરો કે ખિલાડી શોમાં પણ જોવા મળી હતી, પણ અમુક જ એપિસોડ પછી તે શોમાંથી બહાર થઇ ગઈ હતી.
View this post on Instagram
આ વચ્ચે નિક્કીએ પોતાની કાતિલાના તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં તેણે ગોલ્ડન કલરનુ મિરર વર્ક ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લીટ ગાઉન પહેરી રાખ્યું છે.આ લુકમાં નિક્કીએ પોતાનો મેકઅપ લાઈટ અને સોબર રાખ્યો છે. આ લુક સાથે નિક્કીએ હાઈ હિલ્સ પહેર્યા છે અને વાળને સોફ્ટ કર્લ લુક આપ્યો છે. આ આઉટફિટમાં નિક્કીએ એકથી એક કાતિલાના પોઝ આપ્યા હતા. આ આઉટફિટમાં નિક્કીનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે, ચાહકો નિક્કીની તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
તસવીર શેર કરીને નિક્કીએ કેપ્શનમાં યેલો હાર્ટ પણ પોસ્ટ કર્યું છે. અમુક જ સમયમાં તસવીરને હજારો લાઈક મળી ચુકી છે.અભિનેતા અર્જુન બિજલાનીએ પણ તસવીરો પર હાર્ટ ઈમોજી બનાવી છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,’આને કહેવાય હોટ’. અન્ય એક યુઝરે લખ્યું કે,”ટુ હોટ ટુ હેન્ડલ’. અન્ય એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,”મેડમ તમારું ફિગર…શું કહેવું!” આ સિવાય ચાહકો તસવીર પર ફાયર અને હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
આ આઉટફિટમાં નિક્કીએ વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે ફોટોશૂટ માટે અલગ અલગ પોઝ આપી રહી છે. વીડિયો શેર કરીને નિક્કીએ ચેતવણી આપતા લખ્યું કે,”વોર્નિગ, તમને મારી સાથે પ્રેમ થઇ શકે છે ! જ્યા એક તરફ ચાહકો નિક્કીના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.કેમ કે અમુક દિવસો પહેલા જાહ્નવી કપૂર મિરર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. એવામાં નિક્કીએ પણ સેમ આઉટફિટ પહેર્યું તો લોકોએ તેનો મજાક બનાવવાનું શરૂ કરી દીધું.એક યુઝરે લખ્યું કે,”મેડમ બીજાની સ્ટાઇલની કોપી કરવાનું બંધ કરો, પોતાની સ્ટાઇલ બનાવો’. અન્ય યુઝરે લખ્યું કે,’ટીવીની જાહ્નવી કપૂર’.
View this post on Instagram
જો કે નિક્કીને લોકોની આવી નેગેટિવ વાતોથી કોઈ ફર્ક નથી પડતો અને તે ટ્રોલરની વાતોની પરવાહ કર્યા વગર પોતાના ગ્લેમરના જલવા દેખાડવામાં લાગી રહે છે. નિક્કી મૂળરૂપે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરે છે. નિક્કી તમિલ અને તેલુગુ ફિલ્મોનું પણ જાણીતું નામ છે. નિક્કી તમિલ હિટ ફિલ્મ કંચના-3 માટે ખુબ ચર્ચામાં રહી છે. એક સમયે નિક્કી અને બિગ બોસ-15ના ફર્સ્ટ રનરઅપ રહી ચૂકેલા પ્રતીક સહજપાલની સાથે રિલેશનમાં રહીને પણ ચર્ચામાં બની હતી જેનો ખુલાસો નિક્કીએ ધ ખતરા ખતરા ખતરા શોમાં કર્યો હતો. નિક્કીએ તો એવું પણ કહ્યું હતું કે જો પ્રતીક તૈયાર છે તો તે તેની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છે.