મનોરંજન

આ સુંદરીએ બિગબોસમાં એવી જગ્યાએ છુપાવ્યું માસ્ક, સલમાને આડે હાથ લેતા કહ્યું કે હજી નીચે…

કન્ટેસ્ટંટની ગંદી હરકત જોઈને ભડક્યો સલમાન ખાન- બોલ્યો શરમ આવી જોઈએ, જુઓ

બિગબોસના વિકેન્ડના વારમાં સલમાન ખાન જયારે આવે છે ત્યારે કોઈને કોઈ સ્પર્ધકની ક્લાસ લગાવી દે છે. દરેક સીઝનના દરેક અઠવાડિયે જોઈએ છીએ કે, સલમાન ખાન કોઈને કોઈ સ્પર્ધકની સરાહના કરે છે તો કોઈની ભૂલ પર તેની ક્લાસ લગાવી દે છે. સલમાન ખાન કોઈને પણ તેનો ભૂલનો અહેસાસ કરાવવાનું નથી ભૂલતો. આ વિકેન્ડ કા વારમાં સલમાન ખાને ઘણા સ્પર્ધકની ક્લાસ લીધી હતી તે પૈકી એક હતી નીક્કી તંબોલી.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli) on

એક ટાસ્ક દરમિયાન નીક્કી અને રાહુલનો મુકાબલો થયો હતો. તે દરમિયાન નિક્કીએ માસ્ક ઉઠાવીને પેન્ટમાં છુપાવી દીધું હતું. જે બાદ રાહુલ ટાસ્ક હારી ગયો હતો. નિક્કીની આ હરકતનો ઘરવાળાઓએ વિરોધ કર્યો હતો. વીકએન્ડ કા વારમાં ખાન સાહેબે પણ નિક્કીની ક્લાસ લીધી હતી. સલમાને નિક્કીની આ હરક્તની નિંદા કરીને પૂછ્યું હતું કે. નિક્કી માસ્ક ક્યાં રાખ્યું હતું ? આ પર નિક્કીએ જવાબ આપ્યો હતો કે,પેન્ટમાં. આ પર સલમાને કહ્યું હતું કે, તને બોલતા શરમ આવે છે તો આ કર્યું કેમ. આ ખૂબ જ આઘાતજનક છે. જો રાહુલ આવું કરે તો? તમારે કેટલું ખરાબ દેખાવવું છે તે તમારા હાથમાં છે. આ ખૂબ જ શરમજનક કૃત્ય છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli) on

આ બાદ નિક્કીએ પોતાનો ખુલાસો રજૂ કરતા કહ્યું, ‘આ તેની યોજના નહોતી પરંતુ તેમણે ટાસ્ક દરમિયાન જે સમજમાં આવ્યું તે કર્યું.’ નિક્કીની આ વાત સાંભળીને સલમાન ગુસ્સે થઈ ગયો અને કહ્યું, “તમને શરમ આવવી જોઈએ.” કોઈ પણ ટાસ્ક માટે તમે આ હદ સુધી જઈ શકો છો કે તમે કેટલુ સારું કરી શકો છો તે તમારી ઉપર છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli) on

જો રાહુલે આ કર્યું હોત, તો તમે ચીસો પાડી હોત પણ રાહુલે આવું કશું કર્યું નહીં. આ સાથે જ સલમાને રાહુલની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘રાહુલને તમારી ધીરજને વંદન’. સલમાને બાકીના સ્પર્ધકો ઉપર પણ ગુસ્સો કર્યો હતો કે, તેને નિક્કીને એ ના સમજાવ્યું કે તે કંઈપણ ખોટું કરી રહી છે, કે કોઈએ રાહુલનું સપોર્ટ ના કર્યો.