વડોદરાના ગુજરાતી બિઝનેસમેનના પ્રેમમાં પડી બિગ બોસ કંટેસ્ટન્ટ નિક્કી તંબોલી ! તસવીરો શેર કરી કહ્યુ- મારો લવર

રિયાલિટી શો ‘બિગ બોસ’ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલી અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને સાથે જ તે પોતાના સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ શેર કરી ગભરાટ સર્જે છે. આ સિવાય નિક્કી તેના અંગત જીવન વિશે પણ ખૂબ જ સ્પષ્ટવક્તા છે અને જો તે કોઈને પસંદ કરે છે તો તે ખુલ્લેઆમ કહે છે. ખાસ વાત એ છે કે નિક્કી તંબોલી અગાઉ પ્રતિક સહજપાલ સાથે શો ‘ખતરા ખતરા’માં ભાગ લેવા દરમિયાન જોડાઈ હતી. જેમાં તેણે પ્રતિક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે તેના ‘પ્રેમ’ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તો ચાલો જાણીએ કોણ છે તે વ્યક્તિ જેની સાથે નિક્કી પ્રેમમાં છે.નિક્કીએ સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે એન્ટરપ્રીન્યોર મનન શાહ સાથે જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરી તેણે તેના લવર અને બેસ્ટફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મનન શાહ ગુજરાતી બિઝનેસમેન છે. નિક્કીએ જે તસવીરો શેર કરી છે તે મનનના જન્મદિવસની છે.

આ તસવીરોમાં નિક્કી હંમેશની જેમ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે, જ્યારે મનન બ્લેક ટી-શર્ટ અને પેન્ટમાં જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે મનન શાહ એક ઉદ્યોગસાહસિક છે અને ‘Avalance’ સ્થાપક છે. જ્યારે નિક્કી તંબોલી સાઉથ ઈન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તેને અસલી ઓળખ ‘બિગ બોસ 14’થી મેળવી અને પોતાના બોલ્ડ અવતારથી લોકોનું મનોરંજન કર્યું. આ ઉપરાંત, તે તેની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ ‘કંચના 3’થી પ્રખ્યાત થઈ.

નિક્કીએ બે તસવીરો શેર કરીને સુંદર કેપ્શન પણ લખ્યું છે. નિક્કીએ લખ્યું, ‘અમારો પ્રેમ જે રીતે આવ્યો તેટલો જ સાચો અને સૌમ્ય છે. મારા લવર અને બેસ્ટફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા.’ નિક્કીની આ પોસ્ટ જોઇને ચાહકો કહી રહ્યા છે કે તેણે તેના રિલેશનને ઓફિશિયલ કરી દીધુ છે. તસવીરોમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. બંનેએ એકબીજાના હાથોમાં હાથ નાખી પોઝ આપ્યો છે. આ તસવીરો પર કેટલાક યુઝર્સ અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.એકે લખ્યું, ‘મને જાન કુમાર સાનુ માટે ખરાબ લાગે છે’, 

જ્યારે બીજાએ લખ્યું, ‘તો પ્રતિક સહજપાલ ક્યાં છે.’ તમને જણાવી દઈએ કે નિક્કી તંબોલીએ ‘બિગ બોસ 14’માં ભાગ લીધો હતો. આ શોની શરૂઆતમાં, જાન કુમાર સોનુ સાથે નિક્કીની નિકટતા વધી રહી હતી અને બંનેના નામ જોડાવા લાગ્યા હતા. પરંતુ થોડા જ સમયમાં નિક્કીએ તેના સાથે દૂરી બનાવી લીધી. આ પછી નિક્કીએ પ્રતીક સહજપાલના વખાણ કર્યા જ્યારે તે ‘બિગ બોસ’માં હતી અને બાદમાં બંને સાથે જોવા મળ્યા હતા. જો કે નિક્કીએ સ્પષ્ટ કર્યું છે કે બંને માત્ર મિત્રો છે.

Shah Jina