સાહિલના ઘરે પહોંચ્યા હતા નિક્કી પિતા, પણ ના જાણી શક્યા હકિકત, ચાર દિવસ બાદ પગ નીચેથી ખસી ગઇ જમીન

માં-બાપની આબરૂ કાઢીને લિવ ઇનમાં રહેવા વળી દીકરી, દીકરાઓ સાવધાન: ગોવાનો પ્લાન, કારમાં હત્યા- ફ્રિજમાં નિક્કીની લાશ ભરી પછી….

દિલ્લીમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવી વધુ એક વારદાત સામે આવી, જેમાં એક પ્રેમીએ પ્રેમિકાનું ડેટા કેબલ દ્વારા ગળુ દબાવી હત્યા કરી દીધી અને પછી લાશને ઢાબાના ફ્રીજમાં જઇ છુપાવી દીધઈ. કદાચ તે પકડાતો પણ નહિ પણ છોકરીના પિતા આરોપીના સુધી પહોંચી ગયા જેને કારણે રાઝ ખુલી ગયુ. જ્યારે નિક્કીના પિતાની બે દિવસ સુધી દીકરી સાથે વાત ન થઇ શકી તો તે તેની શોધમાં નીકળી પડ્યા અને પહેલા તો તેમણે નિક્કીની મિત્રને ફોન કર્યો અને તેણે જણાવ્યુ કે, તે બિંદાપુર વાળા ઘરમાં નથી અને પછી સાહિલ વિશે જણાવ્યુ તે છેલ્લે તેની સાથે જ જોઇ હતી.

તેમણે સાહિલનો નંબર લઇ ઘણીવાર તેની સાથે વાત કરી પણ તે બહાના બનાવવા લાગ્યો અને આખરે તેણે છેલ્લે કહ્યુ કે, નિક્કી મસૂરી વેકેશન મનાવવા ગઇ છે અને તે તેના લગ્નમાં વ્યસ્ત છે. તે બાદ તેઓ કોઇ રીતે આરોપી સાહિલના ઘરે પણ પહોંચ્યા. અહીં પહોંચીને નિક્કીના પિતાએ જ્યારે સાહિલના પરિજનો પર દબાણ કર્યુ તો તે લોકોએ વિશ્વાસ અપાવ્યો કે તે તેમની મદદ કરશે, સાહિલે ભનક પણ ના લાગવા દીધી કે નિક્કી સાથે તેણે શું કર્યુ હતુ. આ લોકો પર વિશ્વાસ કરી નિક્કીના પિતા ઘરે આવી ગયા અને પોલિસ ફરિયાદ પણ ના કરી.

14 ફેબ્રુઆરીએ જ્યારે દિલ્લી પોલિસે તેમને જણાવ્યુ કે તેમની દીકરીની હત્યા થઇ ગઇ છે તો તેઓ વિશ્વાસ જ ના કરી શક્યા. તેમને શું ખબર હતી કે ચાર દિવસોથી પરિવારની દીકરીની સાથે વાત નહોતી થઇ અને તે બાદ આવી દર્દનાક હકિકત સામે આવી. જાણકારી અનુસાર, નિક્કી એક એવા પરિવારથી છે, જેમાં એક જવાન કારગિલ યુદ્ર લડી ચૂક્યા છે. નિક્કીના કાકા પ્રવીણ યાદવ કારગિલ યુદ્ધ લડ્યા હતા અને તેમાં એક હાથ અને પગ તેમણે ગવાયો હતો.

તસવીર સૌજન્ય : ANI

નિક્કી યાદવના પિતા સુનીલ યાદવે કહ્યુ કે, અમને ઘટના વિશે કાલે સવારે જ ખબર પડી, મારી દીકરી સાથે અન્યાય થયો છે. હું ઇચ્છુ છુ કે તેને મોતની સજા મળે. જ્યાં એક બાજુ 14 ફેબ્રુઆરીએ કપલ વેલેન્ટાઇન ડે મનાવી રહ્યા હતા, તો બીજીબાજુ દિલ્લીમાંથી આવી વારદાત સામે આવી. જણાવી દઇએ કે, આરોપી સાહિલના 10 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. આને લઇને નિક્કીએ આપત્તિ જતાવી હતી. બંને લાંબાં સમયથી રિલેશનશિપમાં હતા.

નિક્કી હરિયાણાના ઝઝ્ઝરની રહેવાસી હતી.એવું કહેવામાં આવી રહ્યુ છે કે નિક્કીની હત્યા કર્યા બાદ આરોપી સાહિલ ઘરે પહોંચ્યો અને તેણે કોઇ બીજી છોકરી સાથે લગ્ન કર્યા. આરોપી સાહિલે પહેલા તો પૂછપરછ દરમિયાન પોલિસને ગુમરાહ કરવાની કોશિશ કરી, પણ કડકાઇથી પૂછપરછ પર તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો. આરોપીનું કહેવું છે કે તેણે 9 અને 10 ફેબ્રુઆરીની રાત્રે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી અને પછી તેનો મૃતદેહ મિત્રાઓ ગામની સીમમાં આવેલા એક ખાલી પ્લોટમાં તેના ઢાબાના ફ્રિજમાં સંતાડી દીધો હતો.

Shah Jina