ફરીદાબાદના વલ્લભગઢમાં બીકોમ અંતિમ વર્ષની વિદ્યાર્થીની નિકિતા તોમર હત્યાંકાંડમાં શુક્રવારે કોર્ટે દોષી તોસીફ અને રેહાનને ઉમરકેદની અને 28 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. આ બહુચર્ચિત કેસને લઇને દેશની આંખો અદાલત પર અટકેલી હતી.

તમને જણાવી દઇએ કે, નિકિતા તોમર હત્યાંકાંડના મુખ્ય આરોપી તોસિફ અને તેનો સાથી રેહાન એક વર્ષ બાદ જેલથી બહાર આવી શકે છે. નિયમો અનુસાર કાનૂનમાં તેનું પ્રાવધાન છે. નિર્ણય સંભળાવ્યાના એક વર્ષ બાદ તેઓ સજા યાફ્તા બંદી કોર્ટમાં પેરોલ માટે અપીલ કરી શકે છે. મંજૂરી મળ્યા બાદ તેઓ અલગ અલગ કારણોનો હવાલો આપી બહાર આવી શકે છે.

શું હતો સમગ્ર મામલો
ફરિદાબાદના વલ્લભગઢમાં ગત વર્ષ 26 ઓક્ટોબરના નિકિતા તોમરની હત્યા થઈ હતી. નિકિતા તોમરની હત્યાની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. 27 ઓક્ટોબરે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપી તૌસીફ અને તેના મિત્ર રેહાનની ધરપકડ બાદ તૌસીફના વધુ એક મિત્ર અઝરૂદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી. અઝરૂદ્દીન પર દેશી કટ્ટો લાવી આપવાનો ગુનો હતો.

પોલીસે 11 દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરી હતી. પોલીસે ચાર્જશીટમાં 64 લોકોના નિવેદન લીધા હતા. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવાના કારણે લગભગ દરરોજ આ મામલે સુનાવણી થતી હતી. ફેબ્રુઆરી મહિનામાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી. સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં પોલીસે 10 અન્ય લોકોના નિવેદન લીધા હતા.

ટ્રાયલ દરમિયાન પીડિત પક્ષ તરફથી 55 સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા. બચાવ પક્ષે પણ 2 સાક્ષી કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તૌસીફ અને તેના મિત્ર રેહાનને હત્યાના દોષિ ગણાવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે તેના મિત્ર અઝરૂદ્દીનને મુક્ત કરવામાં આવ્યો છે.