કબીર સિંહની આ અભિનેત્રી સાથે બે બદમાશોએ કરી એવી ગંદી હરકત કે હવે આઘાતમાં છે અભિનેત્રી

હે ભગવાન…કબીર સિંહની હિરોઈન જોડે બે વ્યક્તિએ ગંદી હરકત- જાણીને ફેન્સ પણ ડરી ગયા

શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ “કબીર સિંહ” સુપરહિટ રહી હતી. તે બાદથી તો કિયારાની લોકપ્રિયતા ખૂબ જ વધી હતી. આ ફિલ્મ બાદથી ફિલ્મની બીજી એક અભિનેત્રી નિકિતા દત્તાની પણ લોકપ્રિયતા વધી હતી અને તેના કરિયરનો ગ્રાફ વધતો જઇ રહ્યો છે. તે એક બાદ એક અભિનેતાઓ સાથે કામ કરી રહી છે. નિકિતાની ફેન ફોલોઇંગ પણ વધતી જઇ રહી છે. સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. પરંતુ અભિનેત્રી હાલ તેની કોઇ તસવીરને કારણે નહિ પરંતુ તેની સાથે જે બનાવ બન્યો છે તેને લઇને ચર્ચામાં છે અને આ સંબંધિત તેણે એક પોસ્ટ શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે અને આને કારણે તેના ચાહકો પણ પરેશાન છે.

તાજેતરમાં જ મુંબઈના રસ્તા પર અભિનેત્રી સાથે એક એવી ઘટના બની જેણે તેને હચમચાવી દીધી. નિકિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાની સાથે થયેલા આ અકસ્માત વિશે જણાવ્યું અને લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આપી. તેણે લખ્યું- ‘ગઈકાલે મારો અકસ્માત થયો જે આઘાતજનક હતો, મારા 24 કલાક ખૂબ જ ખરાબ હતા. હું લગભગ સાંજે 7:45 વાગ્યે બાંદ્રાના 14મા રોડ પર ચાલી રહી હતી. અચાનક મારી પાછળથી બાઇકમાં બે શખ્સો આવ્યા અને મને માથામાં માર્યુ, જેના કારણે હું થોડીવાર માટે સુન્ન થઇ ગઇ અને પાછળ બેઠેલા વ્યક્તિએ મારા હાથમાંથી મારો ફોન છીનવી લીધો.

આ સમગ્ર દુર્ઘટના સમયે તે ચાલતા વાહનમાં હતા. તેથી હું કંઈ કરું તે પહેલા તેઓ ભાગી ગયા.’ 3-4 સેકન્ડ માટે હું આઘાતમાં હતી કે શું થયું. પછી હું બાઇક પાછળ દોડી પરંતુ ત્યાં સુધીમાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. આસપાસના અન્ય લોકોએ મને મદદ કરી. એક બાઇકસવારે પણ તે બદમાશોનો પીછો કર્યો પરંતુ આ બધું એટલું ઝડપથી થયું કે તેઓ ત્યાંથી નીકળી ગયા. લાચારી અને ગુસ્સામાં, તે ઘટનાએ મને અંદરથી હચમચાવી દીધી. પરંતુ સદભાગ્યે જ્યારે હું રડતી હતી, ત્યારે કેટલાક લોકોએ મને શાંત કરી અને પાણી પીવડાવ્યું. બાદમાં મેં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

હું આ સંદેશ જાગૃતિ માટે લખી રહી છું. હું આશા રાખું છું કે આ પ્રકારની ઘટના કોઈની સાથે ન બને, અને કોઈએ પણ તેમની કોઈ ભૂલ વિના આ રીતે મહેનતની કમાણી ગુમાવવી ન જોઈએ. નિકિતા સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું. તેની આ પોસ્ટ પર અભિષેક બચ્ચને પણ તેને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું છે.

નિકિતાએ બિગ બુલમાં અભિષેક બચ્ચનની ઓન-સ્ક્રીન પત્નીનું પાત્ર ભજવ્યું હતું. તે કબીર સિંહ ફિલ્મમાં જિયા શર્માના કેમિયો રોલમાં જોવા મળી હતી. અભિનેત્રીને ફિલ્મ કબીર સિંહથી ખ્યાતિ મળી હતી. નિકિતા 2012માં ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. અભિનેત્રીએ ‘લેકર હમ દિવાના દિલ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ. નિકિતાનો જન્મ 13 જાન્યુઆરી 1990ના રોજ થયો હતો. તેણે પોતાનું સ્કૂલિંગ મુંબઈથી કર્યું અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું.

નિકિતાએ 2016માં ‘એક દુજે કે વાસ્તે’ શોથી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં તેણે સુમન તિવારીનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ પછી તે રોમેન્ટિક થ્રિલર શો ‘હાસિલ’માં જોવા મળી હતી. 2016માં નિકિતા ‘ગોલ્ડ’માં જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. આ પછી ‘કબીર સિંહ’, ‘ધ બિગ બુલ’ અને હાલમાં જ ઈમરાનની હોરર ફિલ્મ ‘ડીબુક’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikita Dutta 🦄 (@nikifying)

Shah Jina