સૌથી હોટ સંસદ નુસરતના એક-એક રાઝ પરથી પડદો ઉઠી ગયો- જાણો સમગ્ર મામલો
TMCની ચર્ચિત સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં હાલ ઘણી જ ચર્ચામાં છે. નુસરતનો વિવાદો સાથે જૂનો અને ઊંડો સંબંધ છે.
તે હાલ તેના લગ્ન, પ્રેગ્નેંસી અને અફેરને લઇને ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2020માં ખબર આવી હતી કે નુસરત અને તેના પતિ નિખિલ જૈન વચ્ચે કંઇ ઠીક ચાલી રહ્યુ નથી. જે બાદ નુસરતે તેના પતિ પર ઘણા આરોપો લગાવ્યા છે.
નુસરતે તેના લગ્નને અમાન્ય ગણાવ્યા છે. ત્યાં હવે નુસરતના પતિ નિખિલ જૈને પણ આ મામલે મોટા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યુ કે, અમે બંને પતિ-પત્નીની જેમ રહ્યા હતા અને જેટલા પણ લોકો તેના નજીક છે તે બધા જાણે છે કે તેમણે નુસરત માટે ઘણુ બધુ કર્યુ છે.
નુસરત જહાં અને નિખિલ જૈને વર્ષ 2019માં તુર્કીમાં લગ્ન કર્યા હતા. જો કે, કપલે હવે તેમના રસ્તા અલગ કરી લીધા છે. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાથી દૂર રહી રહ્યા છે. ગુરુવારે નિખિલ જૈને એક નિવેદન જારી કર્યુ છે.
નિખિલ જૈને તેમના લગ્ન વિશે આખરે ખુલાસા કર્યા છે. જેમાં તેમણે પોતાના પર અને પરિવાર પર લાગેલા આરોપો પર કેટલીક હકિકત આધાર પર વાત કરી છે, તેણે જણાવ્યુ કે, તે બધા આરોપોથી ઘણા નિરાશ છે.
નિવેદનમાં નિખિલ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, પ્રેમ ન હતો તો ફણ મેં નુસરતને પ્રપોઝ કરી અને તેમણે ખુશીથી મને અપનાવ્યો, પછી અમે લોકો ડેસ્ટિનેશન વેડિગ માટે તુર્કી ગયા હતા અને કોલકાતામાં લગ્ન બાદ રિસેપ્શન પણ આપ્યુ હતુ.
નિખિલે જણાવ્યુ કે, હું લગ્ન સમયે અને બીજી વસ્તુઓ પતિની જેમ જ ઇન્વેસ્ટ કરી હતી. મેં કોઇ પણ લાલચ વગર તેમને સપોર્ટ કર્યો. પરંતુ લગ્નના કેટલાક સમય બાદ તેમનો વ્યવહાર બદલાવવાનો શરૂ થઇ ગયો.
તેણે વધુમાં જણાવ્યુ કે, છેલ્લા વર્ષે ઓગસ્ટમાં નુસરતે એક ફિલ્મનુ શુટિંગ શરૂ કર્યુ હતુ અને તે બાદથી તેમનો વ્યવહાર બદલાવા લાગ્યો, મેં કેટલીક વાર નુસરતને કહ્યુ કે, આપણે આપણા લગ્નને રજિસ્ટર કરાવી લઇએ પરંતુ તેમણે હંમેશા મારી વાતને નજર અંદાજ કરી.
અલગ અલગ મીડિયા રીપોર્ટ્સમાં તેમની આઉટિંગ વિશે જાણીને હું તૂટી ગયો છું અને એવું મહેસૂસ કરી રહ્યો હતો કે મારી સાથે દગો થયો છે. જો કે, 8 માર્ચ 2021ના રોજ મારે મજબૂરીમાં તેમના વિરૂદ્ધ અલીપુરની સિવિલ કોર્ટમાં અમારા લગ્નને રદ કરવા માટેે કેસ દાખલ કરવા પડ્યો.
આ કેસ હજી પણ પેન્ડિંગ છે અને એજ કારણે હું કોઇ પણ નિવેદન આપવાથી પોતાને રોકી રહ્યો હતો. મારા જીવન વિશે અને આ મામલે પૂરી રીતે હું ખુલાસો કરવા સમર્થ છું. પરંતુ આ નિવેદનોને કારણે મારે આ પગલુ ઉઠાવવુ પડ્યુ.
લગ્ન બાદ નુસરત હોમ લોનના ભારે વ્યાજના બોજમાં હતી અને તેને આ વસ્તુથી મુક્ત કરાવવા માટે મેં મારા પરિવારના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમજીને કે તે જલ્દી આ પૈસાને ચૂકવી દેશે.
તેણે વધુમાં કહ્યુ કે, નુસરત દ્વારા લગાવવામાં આરોપો અપમાનજનક અને સાથે સાથે સાથે અસત્ય પણ છે.