મનોરંજન

નિહારિકા અને ચૈતન્યએ લીધા સાત ફેરા, જુઓ ઉદયપુરમાં થયેલા શાહી લગ્નની તસ્વીર અને વીડિયો

ફિલ્મ એક્ટ્રેસ નિહારિકા કૉનીડેલએ ચૈતન્ય સાથે 9 ડિસેમ્બર 2020ના સાત ફેરા ફરી લીધા છે. આ લગ્ન ઉદયપૂરના ઉદયવિલાસ પેલેસમાં એક ભવ્ય સમારોહમાં પુરા થયા હતા. આ કપલે તેલુગુ રીત રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્ન સાંજે 7:15 વાગ્યે પરિવાર અને મિત્રોની હાજરીમાં થયા હતા. નવવિવાહિત કપલની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અને પ્રોડ્યુસર નિહારિકાના ડેસ્ટિનેશન વેડિંગની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ચૈતન્ય એક બિઝનેસ મેન છે. બંનેના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં નિહારિકા કૉનીડેલા ગોલ્ડન સાડી સાથે ખુબસુરત માથા પાટી અને નેકલેસ સાથે ઘણી કમાલની લાગી રહી છે. તો ચૈતન્યએ પણ ગોલ્ડન કલરની શેરવાની પહેરી છે. બંનેની તસ્વીર પર ફેન્સ રિએક્શન આપી રહ્યા છે.

નિહારિકાના લગ્નમાં ચિરંજીવી, અલ્લુ અર્જુન એન સ્નેહા, રામ ચરણ અને તેની પત્ની ઉપાસના સહીત અનેક સિતારાઓ શામેલ થયા હતા. જણાવી દઈએ કે, નિહારિકા અને ચૈતન્યની લગ્નની તસ્વીર ફેન પેજ પર શેર કરી છે.

લગ્નના એક દિવસ પહેલા નિહારિકાએ લાલ કાંજીવરમ સાડીમાં તસ્વીર શેર કરી હતી. જેના પર નિહારિકાના પિતા અને અભિનેતા નાગા બાબુએ એક કમેન્ટ લખી હતી. તે એક યુગના અંત જેવું લાગે છે. આ મારા માટે આ ક્ષણ છે જ્યારે મારી પુત્રી પહેલીવાર શાળાએ ગઈ હતી પરંતુ આ વખતે તે સાંજે પરત નહીં આવે. હવે હું તેની સાથે 24 x 7 રમી શકતો નથી. મને સમજવામાં ઘણાં વર્ષો થયાં કે મારી પુત્રી મોટી થઈ છે અને હવે તે શાળાએ જવાની શરૂઆત કરી છે, પરંતુ હવે તે મને કહેશે કે તેને સમજવામાં કેટલો સમય લાગશે.

નિહારિકા કોનિડેલાએ આ વર્ષે ઓગસ્ટમાં હૈદરાબાદ સ્થિત ચૈતન્ય જેવી સાથે સગાઈ કરી હતી. નિહારિકા કોનિડેલાએ ભારતીય મનોરંજન ઉદ્યોગમાં ટેલિવિઝન પ્રસ્તુતકર્તા તરીકે ડેબ્યુ કર્યું હતું ત્યારબાદ તેણે ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું જે તેના પ્રોડક્શન હાઉસ પિંક એલિફન્ટ પિક્ચર્સ હેઠળ બનાવવામાં આવી હતી.

જેમાં મુદપ્પુ અવકાઈ, નન્ના કુચી અને મેડહાઉસ. વર્ષ 2016માં તેણે ઓકા મનસુ સાથે સાઉથની ફિલ્મની શરૂઆત કરી હતી. નિહારિકાના પતિ હાલમાં મલ્ટિનેશનલ કંપનીમાં બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કરે છે.