ખબર

કોરોનાનો રાફડો ફાટતા ગૃહ મંત્રાલયે રાજ્યોને આપ્યો નવો આદેશ, જલ્દી વાંચો કામની માહિતી

ભારતમાં કોવિદ 19 ના વધતા કેસોને ધ્યાનેમાં રાખીને સેન્ટ્રલ ગૃહમંત્રાલયે અનલોક 1.0માં રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગૂ નાઈટ કર્ફ્યુને લઈ એક વાર ફરી સ્પષ્ટતા કરી છે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, જરૂરી સેવાને છોડી બીજા લોકોને ઘરોમાંથી બહાર જવા પર બેન રહેવો જોઈએ. નાઈટ કર્ફ્યુમાં હાઈવે ચાલતી ગાડીઓને કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લાગશે નહીં.

દેશભરમાં નાઈટના 9 PM સમયથી લઈને મોર્નિંગના 5 AM સુધી જે કર્ફ્યુ લાગુ છે તેમાં છૂટ આપવામાં આવી છે. હવે જે ટ્રક સામાન લઈને જઈ રહ્યાં છે તે આ કર્ફ્યુ દરમિયાન પણ રન થશે. આ ટ્ર્ક સહિતના વાહનો જે સામાન લઈને જઈ રહેલાં છે તેને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય જે લોકો એરપોર્ટ, રેલવેથી પોતાના ઘરે જઈ શકશે અને એમને રોકવામાં આવશે નહીં.

હકીકત તો એવી છે કે અનલોક 1માં અમુક રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી દીધી છે. નાઈટ કર્ફ્યુ દરમિયાન હાઈવે પર ચાલતી ગાડીઓ અને ટ્રક તથા બસોને રોકવાનું શરૂ કરી દીધુ છે. ત્યાર બાદ કેન્દ્ર સરકારને આગળ આવી સ્પષ્ટતા કરવી પડી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.