ખબર

BREAKING: અમદાવાદમાં હજુ આટલા અઠવાડિયા નાઇટ કરફ્યૂ રહેશે, અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામાં જણાવ્યું

અમદાવાદની અંદર કોરોના દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે શુક્રવારે રાતથી 57 કલાકનો કર્ફ્યુ રાખવામાં આવ્યો હતો. ત્યારે બાદ હવે રાબેતા મુજબ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી.

સરકાર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ કર્ફ્યુ આગામી જાહૅરાત ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ત્યારે આજે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડી અને જણાવામાં આવ્યું છે કે અમદાવાદની અંદર રાત્રી કર્ફ્યુ 7 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે અમદાવદમાં વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા અવનવા પગલાં લેવામાં આવે છે. અમદાવાદ સહીત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં હવે આગામી 15 દિવસ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. એવું પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું છે.