ખબર

રાત્રી કર્ફ્યુની મુદ્દતમાં CM રૂપાણીએ કર્યો વધારો, જાણો હવે 36 શહેરોમાં કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી રહેશે નાઈટ કર્ફયુ

ભારત દેશમાં કોરોના શાંત થવાનું નામ લેતો નથી. એક દિવસની રાહત બાદ વળી પાછો કોરોનાનો પ્રકોપ વધ્યો છે. ઓફિશિયલ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 2.08 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

જ્યારે 4100થી વધુ દર્દી મૃત્યુને ભેટ્યા છે. વેક્સિનેશનની વાત કરીએ તો આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 20,06,62,456 લોકોને વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે. હાઇકોર્ટમાં આજે સીનિયર વકીલ પર્સી કવિનાએ રજૂઆત કરી કે, ગુજરાત સરકાર દ્વારા બીજા તબક્કામાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તે ખોટા છે. રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે પરંતુ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે.

વધુમાં તેમને કહ્યું હતું કે ગુજરાત સરકાર આ બધા રેસ્ટ્રિક્શનનું પાલન સામાન્ય માણસ જોડે જ કરાવે છે. 2 દિવસ પહેલા જ એક જગ્યાએ ઉદ્ધાટન કર્યું હતું જ્યાં નેતા અને લોકોનું ટોળું ભેગું થયેલું હતું. એમને આ નિયમો લાગુ નથી પડતા.

આવી બેદરકારી ભારે પડશે. જેમાં હાઇકોર્ટે કહ્યું કે, તમે આ બાબતે અલગથી એફિડેવિટ ફાઇલ કરો અને તેની કાર્યવાહી થશે. આપણે નાના નહીં પરંતુ મોટા મેળવાળા રોકવાના છે જેથી સંક્રમણ ન ફેલાય.

વધુમાં તેમને જણાવ્યું કે અમદાવાદ શહેરમાં હોસ્પિટલ મામલે રિયલ ટાઈમ માહિતી અપાતી નથી. કોવિડની ગાઈડલાઈન સાથે કેટલાક બિનજરૂરી નિયંત્રણો સરકારે લાદ્યા છે. જેમકે રિવરફ્રન્ટના પુલ નજીક ઉભા ન રહેવું, ગાડીમાં એકલા બેસેલા વ્યક્તિએ માસ્ક પહેરવું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નંબર પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 4157 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો હવે 3,11,388 પર પહોંચી ગયો છે.

કોરોનાની ગંભીર સ્થિતિ હજુ ઓછી નથી થઇ રહી. દેશભરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, પરંતુ હજુ ખતરો શમ્યો નથી. ત્યારે સરકાર પણ આ બાબતે હવે કચાશ રાખવા નથી માંગતી.

ગુજરાતમાં પણ વધતા જતા કોરોના સંક્રમણના કારણે 36 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગય સુધી કર્ફયુ લગાવવામાં આવ્યો હતો. જેની મુદ્દત આજે પુરી થતા સીએમ રૂપાણી દ્વારા મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતની અંદર કોરોના કેસોમાં નોધપત્રો ઘટાડો થવાના કારણે કર્ફ્યુની મુદ્દતમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાજ્યના 36 શહેરોની અંદર રાત્રી કરફ્યુ રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનો રહેશે, જેનો આવતી કાલથી અમલ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેની સાથે હવે કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જે પણ એક ચિંતાનો વિષય છે.