ઓમિક્રોનની દહેશત : જો દીવ દમણ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ચેતી જજો- નહિ તો એવી હાલત થશે કે

હાલમાં સમગ્ર દેશ અને વિદેશમાં બસ એક જ મુદ્દો ચર્ચામાં છે અને તે છે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન. આ નવા વેરિયન્ટને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે અને ગઇકાલે જ સમાચાર આવ્યા હતા કે ભારતમાં ખતરનાક ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઇ છે. કર્ણાટકમાં ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા હતા, જેને લઇને હવે હાહાકાર મચી ગયો છે. દેશમાં એક બાજુ કોરોનાની લહેર થોડી ધીમી પડી હતી ત્યાં હવે નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો મંડરાઇ રહ્યો છે અને તેણે દેશમાં દસ્તક પણ દઇ દીધી છે. ત્યારે હવે ઘણા પગલા સરકાર દ્વારા લેવામાં આવશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જેમાં હાલ ગુજરાતના સંઘ પ્રદેશથી સમાચાર આવી રહ્યા છે કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ દમણમાં ઓમિક્રોનની દહેશતને કારણે નાઇટ કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી 31 ડિસેમ્બર સુધી ત્યાં રાત્રી કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. રાતના 11 વાગ્યાથી લઇને સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે અને હવે આ બાદ એ સવાલો ઊભા થયા છે કે 31 ડિસેમ્બરે યોજાનારી નાઇટ પાર્ટી થશે કે કેમ ?

કોરોનાના ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થઇ ગઇ છે અને તેને પગલે હવે વધારે સાવચેતી રાખવાની જરૂર છે. ગુરુવારના રોજ કર્ણાટકમાં બે કેસ સામે આવ્યા બાદ તો સરકાર હવે ચેતી ગઇ છે અને તેના માટે જરૂરી પગલા લેવાના પણ શરૂ થઇ ગયા છે.

રાજય સરકારો દ્વારા કોરોનાના ખતરનાક નવા વેરિયન્ટને વધુ ફેલાસો અટકાવવા માટે ઘણા પ્રતિબંધોની જાહેરાત કરી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, દિલ્હીમાં 15 ડિસેમ્બરથી જાહેર સ્થળો પર વેક્સિન ન લીધી હોય તેવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. કોરોનાની ત્રીજી લહેર અને નવા ખતરનાક વેરિયન્ટના ડર વચ્ચે હવે બની શકે છે દિલ્હી સરકાર આના પર વિચાર કરે.

Shah Jina