ખબર

BIG NEWS: રાજયમાં હવે આટલા વાગ્યા સુધી ખુલ્લા રહેશે રેસ્ટોરન્ટ, જાણો

ગુજરાત ગવર્મેન્ટ જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,869 નવા કેસ નોંધાયા છે, તો 33 દર્દીના મૃત્યુ થયા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.

સારા સમાચાર એ છે કે નવા કેસની સામે આજે આપણા રાજ્યમાં 9,302 દર્દીઓ સાજા થયાં છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,42,050 દર્દીઓ કોવિડ મુક્ત થયાં છે. અત્યારે 583 દર્દી વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,082 પર પહોંચ્યો છે.


સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે, કેસમાં થોડો ઘટાડો જોતા રાજય સરકારે થોડી રાહત પણ આપી છે. રોજ નોંધાતા કેસમાં થોડા સમયથી ઘટાડો જોવા મળ્યો છે. કેસ ઓછા થતા સરકાર પણ કેટલીક છૂટછાટ આપી રહી છે.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાલે થોડી રાહતના સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, હવે નાઇટ કર્ફયુનો સમય રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે.

આ બધા વચ્ચે હવે તમને જણાવી દઇએ કે, ગુજરાતના ગૃહવિભાગે કર્ફયુને લઇને વધુ એક જાહેરનામું બહાર પાડ્યુ છે. રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 9થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, જો કે ટેક અવે અને ડિલીવરી પાર્સલને જ છૂટ આપવામાં આવી છે.

ચાર મહાનગરો સહિત 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઇ તકલીફ ના પડે તે હેતુથી સરકારે જરૂરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે અને સમગ્ર રાજયમાં APMCમાં માત્ર શાકભાજી અને ફળોનુ વેચાણ ચાલુ રહેશે. લગ્ન માટે 50 માણસની મંજૂરી આપવામાં આવી છે તેમજ અંતિમક્રિયામાં 20 વ્યક્તિઓની મંજૂરી અપાઇ છે.

રાજયમાં હોટલો અને રેસ્ટોરન્ટમાં ટેક અવેની સુવિધા સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધીની છે જયારે દુકાનો માટેનો સમય 9થી3 યથાવત છે. હવે હોટેલ-રેસ્ટોરન્ટમાં ટેકઅવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે. દુકાનો માટેનો સમય સવારે 9 થી બપોરે 3 સુધીનો જ રહેશે અને આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.


સવારે 9 વાગ્યા થી લઈને બપોરે 3 વાગ્યા સુધી લારી-ગલ્લા-વેપારીઓને મંજૂરી અપાઇ છે, આટલું બંધ રહેશે – જાહેર બાગ-બગીચા, વોટર પાર્ક, સ્વિમિંગ પૂલ, સિનેમા , શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો.મનોરંજક સ્થળો,સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો, રાજકીય, સામાજિક, ધાર્મિક મેળાવડા , મોલ્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ધર્મસ્થાનો બંધ રહેશે.