વાયરલ

વિદેશી મહિલાએ ભારતીય દુલ્હનની જેમ કરાવ્યો મેકઓવર, વીડિયો જોઈને તમે પણ કહેશો… સુંદરતાનો કોઈ રંગ નથી હોતો… જુઓ

આપણા દેશમાં લગ્નની સીઝનમાં દુલ્હન સોળ શણગાર સજેલી જોવા મળે છે. ઈન્ટરનેટ ઉપર પણ ઘણી બધી દુલ્હનના વિડિયો વાયરલ થતા હોય છે અને દુલ્હનોના તમે મેકઓવર થતા પણ જોયા હશે, જેમાં દુલ્હનને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેનો આખો દેખાવ જ બદલાઈ જાય છે. પરંતુ જે સુંદરતા ભારતીય દુલ્હનોમાં છે એવી વિદેશી દુલ્હનોમાં નથી જોવા મળતી.

પરંતુ જો કોઈ વિદેશી મહિલા ભારતીય પરિધાનમાં સજ્જ થઇ અને ભારતીય દુલ્હન જેવો મેકઓવર કરાવે ત્યારે કેવી લાગે ? આવી જ એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વિદેશી દુલ્હન ભારતીય દુલ્હનની જેમ તૈયાર થતી જોવા મળી રહી છે, તેના આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

ભારતીય લગ્નોને લઈને દુનિયાભરમાં ક્રેઝ છે. વિદેશના લોકો અહીંની સંસ્કૃતિને પસંદ કરે છે. ભારતીય લગ્નોમાં દુલ્હા અને દુલ્હન એટલી બધી સજાવટ કરે છે કે દરેકની નજર તેમના પર જ ટકેલી હોય છે. દુલ્હનના મેકઅપની ચર્ચા થાય છે અને પછી લોકો મેકઅપ આર્ટિસ્ટના વખાણ પણ કરે છે. આ દિવસોમાં એક નાઈજીરિયન મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેના મેકઓવરે લોકોનું દિલ જીતી લીધું છે.

વીડિયોમાં તમે આ નાઈજીરિયન મહિલાને ભારતીય દુલ્હનના વેશમાં જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે પંજાબની આર્ટિસ્ટ નેહા વારિચ ગ્રોવરે તેના વેડિંગ લૂકનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયો શેર કરતાં નેહાએ લખ્યું, “એક આફ્રિકન છોકરીને ભારતીય દુલ્હનની જેમ તૈયાર કરવાનું મારું સપનું હતું. હું તેના માટે આફ્રિકન મોડલ શોધી રહી હતી, પછી મને આ વાસ્તવિક કન્યા મળી..યિપ્પી! હું ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું. મને તેના લગ્નના દિવસે તેને ઢીંગલી બનાવવાનો મોકો મળ્યો.”