ધાર્મિક-દુનિયા

આપમેળે જ ખુલે છે અને બંધ થાય છે વૃંદાવનના આ મંદિરના દ્વાર, આજ સુધી કોઈ જાણી નથી શક્યું આ રહસ્ય

ભારતમાં કેટલાય ચમત્કારી અને રહસ્યમયી મંદિરો આવેલા છે. એમાંથી જ એક મંદિર એટલે વૃંદાવનમાં નિધિવનમાં આવેલું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર, કે જેના દ્વાર રાતે પોતાની જાતે જ બંધ થઇ જાય છે અને સવાર પડતા જ ખુલી જાય છે. આ મંદિર સાથે બીજા પણ કેટલાય રહસ્ય જોડાયેલા છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો.

Image Source

અહીંના સ્થાનિકો અને પૂજારીઓનું માનવું છે કે આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ રોજ રાતે ખુદ અહીં શયન કરવા આવે છે. તેમના શયન માટે મંદિરના પૂજારીઓ રોજ પલંગ પાથરે છે ને સાફ સુથરા ગાદલા અને ચાદર પાથરે છે. પરંતુ કહેવાય છે કે જયારે મંદિર ખુલે છે ત્યારે એ પલંગની હાલત જોઈને બધા જ અચંબિત થઇ જાય છે. કારણ કે આ પલંગ પર પડેલી કરચલીઓ જોઈને એવું જ લાગે કે કોઈ અહીં સૂતું હતું.

Image Source

આ મંદિરની બીજી ચમત્કારિક વાત એ છે કે આ મંદિરમાં દરરોજ માખણ-મિશ્રિનો પ્રસાદ વહેંચવામાં આવે છે, અને જે પ્રસાદ વધે છે એ મંદિરમાં જ મૂકી દેવામાં આવે છે. પરંતુ વધેલો પ્રસાદ સવાર સુધીમાં ખતમ થઇ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણને માખણ ખૂબ જ પસંદ છે એટલે અહીંના પૂજારીઓનું માનવું છે કે ભગવાન શ્રીકૃષ્ણ આવીને માખણ-મિશ્રિ ખાય છે.

Image Source

માન્યતા છે કે આ મંદિરના દરવાજા રાતમાં આપમેળે જ બંધ થઇ જાય છે એટલે જ મંદિરના પૂજારી અંધારું થતા પહેલા જ પલંગ અને પ્રસાદની વ્યવસ્થા કરીને રાખે છે અને રાતે અંતિમ આરતી બાદ ચાલ્યા જાય છે. રાતે અહીં કોઈ જ રોકાતું નથી.

Image Source

એવું કહેવાય છે કે અંધારું થાયે જયારે મંદિર બંધ થઇ જાય છે ત્યારે અહીં ભગવાન કૃષ્ણ અને રાધા રાણી રાસલીલા કરે છે અને જો કોઈ વ્યક્તિ છુપાઈને રાધા-કૃષ્ણની રાસલીલા જોવે છે તો એ પાગલ થઇ જાય છે. એની આંખોની દ્રષ્ટિ જતી રહે છે.

Image Source

અહીં તુલસીના બે છોડ એકસાથે લાગેલા છે, રાતના સમયે જયારે રાધા-કૃષ્ણ રાસ રચાવે છે ત્યારે આ તુલસીના છોડ ગોપી બનીને તેમની સાથે નાચે છે. આ તુલસીના એક પણ પણ અહીંથી કોઈ નથી લઇ જતું. જે પણ ચુપચાપ આ કામ કરે છે તે કોઈ આપદાનું શિકાર બની જાય છે.

Image Source

રાતે ભગવાનની રાસલીલા જોનાર અંધ થઇ જાય છે એવી માન્યતાને કારણે તો અહીંની આસપાસના ઘરોમાં આ દિશામાં કોઈ બારી નથી અને જેના ઘરોમાં છે અને સાંજની આરતી બાદ એ ડરથી બંધ કરી દે છે કે કોઈ મંદિરની દિશામાં જોવે નહિ. નહિ તો અંધ થઇ જશે.

Image Source

માન્યતા અનુસાર આ મંદિરને તાનસેનના ગુરુ સંત હરિદાસે પોતાના ભજનથી રાધા-કૃષ્ણને સાક્ષાત પ્રગટ કર્યા હતા. અહીં કૃષ્ણ અને રાધા વિહાર કરવા આવતા હતા. અહીં સ્વામીની સમાધિ પણ બનેલી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.