અજબગજબ ધાર્મિક-દુનિયા

રોજ રાત્રે આ જગ્યા પર કૃષ્ણ, રાધા અને ગોપીઓ સાથે રમે છે રાસલીલા, જોનાર બની જાય છે પાગલ!

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે ચમત્કારોથી અને રહસ્યોથી ભરપૂર છે. ધાર્મિક નગરી વૃંદાવનમાં આવેલું નિધિવન એક અત્યંત પવિત્ર અને રહસ્યમયી ધાર્મિક સ્થાન છે. આ અદભૂત વન રહસ્યમયી છે જેના વિશે કહેવાય છે કે અહીં આજે પણ રોજ રાતે રાધા કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રમવા આવે છે. આ વનને સાંજ પડતા જ બંધ કરી દેવામાં આવે છે અને પછી અહીં કોઈ જ નથી રહેતું.

Image Source

એવું પણ કહેવાય છે કે રોજ સાંજ થતાં જ પશુ-પક્ષીઓ પણ આ વન છોડીને ચાલ્યા જાય છે. સાંજ થતાં જ આ નિધીવનને બંધ કરી દેવામાં આવે છે. અહીં આવેલા તમામ લોકોને બહાર નીકળી જવાની સૂચના આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, રોજ રાતે અહીં ભગવાન કૃષ્ણ આવે છે અને ગોપીઓ સાથે રાસ રમે છે. આટલું જ નહીં જે પણ વ્યક્તિ રાસલીલા જોવાનો પ્રયાસ કરે છે, તે વ્યક્તિ પાગલ થઈ જાય છે અથવા તો તેનું મૃત્યુ થઈ જાય છે.

Image Source

એવું પણ કહેવાય છે કે ભગવાન કૃષ્ણની રાસ લીલા જોવાની ઈચ્છા રાખનાર અત્યાર સુધીમાં કેટલાય ભક્તો પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. આ એક એવું વન છે. જેમાં વધારે તુલસીના જ ઝાડ છે. અને એ પણ જોડામાં છે. સાંજ પડતાં જ આ તુલસીના જોડા ગોપીઓના રૂપમાં સજીવન થઈ રોજ રાતે રાધા અને કૃષ્ણ સાથે રાસલીલા રમે છે અને પાછા સૂર્યોદય થતાં જ ગોપીઓ આ તુલસીના ઝાડ બની જાય છે.

Image Source

એવું માનવામાં આવે છે કે રાસ રમ્યા બાદ નિધિવનમાં આવેલા રંગમહેલમાં ભગવાન આરામ કરે છે. એટલે જ આજે પણ અહીં મહેલમાં પ્રસાદ માખણ મિશ્રી રાખવામાં આવે છે અને ભગવાન માટે પલંગ સજાવવામાં આવે છે. સવારે આ જગ્યાને જોતા જ એવું લાગે કે કોઈ ચોક્કસ જ અહીં આવ્યું હશે અને પ્રસાદ ખાધો હશે.

Image Source

એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિ રાતે ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા જોઈ લે છે એ પાગલ થઇ જાય છે અથવા તો આંધળા થઇ જાય છે. એ જ કારણે નિધિવનની આસપાસ હાજર ઘરોમાં લોકોએ એ તરફની બારી પણ નથી રખાવી. જે ઘરોની બારીઓ આ તરફ છે એ લોકો પણ સાંજે આરતીનો ઘંટ વાગતા જ બારીઓ બંધ કરી દે છે. કેટલાક લોકોએ તો પોતાના ઘરોની બારીઓને ઈંટોથી જ બંધ કરાવી દીધી છે.

Image Source

અહીંના સ્થાનિક લોકો અનુસાર, સાંજે સાત વાગ્યા પછી કોઈ આ વન તરફ જોતું પણ નથી. લગભગ બે અઢી એકરમાં ફેલાયેલા નિધિવનની ખાસિયત છે કે અહીંના વૃક્ષો ક્યારેય સીધા નથી વધતા, અને ડાળીઓ પણ નીચેની તરફ નમેલી અને આપસમાં ગૂંથાયેલી દેખાય છે. નિધિવનના પરિસરમાં જ સંગીત સમ્રાટ અને ધુપદના જનક શ્રી સ્વામી હરિદાસની જીવિત સમાધિ, રંગમહેલ, શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય સ્થળ, રાધારાણી બંસી ચોર જેવા બીજા જોવા લાયક સ્થળો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks