24 વર્ષની અભિનેત્રીએ લગ્ન કર્યા વગર જ બતાવ્યો બેબી બંપ, આલિયા ભટ્ટની પ્રેગ્નેંસીને ભૂલ્યા લોકો

છેલ્લા ઘણા સમયથી બોલિવુડ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી અનેક ખુશખબરીઓ સામે આવી રહી છે. કેટલીક અભિનેત્રીઓ પોતાની માતા બનવાની ખુશી શેર કરી રહી છે, તો કેટલીક તેમનું પ્રેગ્નેંસીનું એલાન કરી રહી છે. હાલમાં જ કેટલાક દિવસ પહેલા બોલિવુડ એક્ટ્ર્સ આલિયા ભટ્ટે લગ્નના ત્રણ મહિનામાં તેની પ્રેગ્નેંસીના સમાચાર શેર કર્યા હતા. ત્યાં ટીવીના જાણિતા અભિનેતા ધીરજ ધપૂરની પત્ની અને અભિનેત્રી વિન્ની અરોરા પણ તેનો પ્રેગ્નેંસી ફેઝ એન્જોય કરી રહી છે.

ત્યારે વધુ એક અભિનેત્રીએ તેના બેબી બંપની તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. ટેલિવિઝન અભિનેત્રી નિધિ શાહે સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતા તેની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. નિધિની આ તસવીરો જોઇને બધા હેરાન છે. આ સાથે તેની પ્રેગ્નેંસીની ચર્ચા પણ જોરોશોરોથી શરૂ થઇ ગઇ છે. નિધિ શાહની આ તસવીરો ગોદભરાઈના ફંક્શનની છે. આ તસવીરો જોઈને નિધિના ફેન્સ પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે, સાથે જ તસવીર જોઈ રહેલા લોકો પણ મૂંઝવણમાં છે. નિધિ શાહની ઉંમર માત્ર 24 વર્ષની છે અને તેણે લગ્ન પણ કર્યા નથી, તેથી અચાનક તેના બેબી બંપની આ તસવીરો ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.

જો કે, તમને જણાવી દઈએ કે નિધિ શાહની આ તસવીરો તેના વાસ્તવિક જીવન સાથે સંબંધિત નથી પરંતુ ડેઈલી સોપ ‘અનુપમા’ના શૂટિંગ દરમિયાનની છે. આ તસવીરો નિધિએ ફેન્સ માટે શોના ટીઝર તરીકે શેર કરી હતી. નિધિની આ તસવીરો જોયા બાદ દરેક લોકો આ એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે તસવીરો સામે આવી છે તેમાં નિધિ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે સાડી સાથે ફૂલોની એક્સેસરીઝ કેરી કરી છે. અનુપમાની વાત કરીએ તો, આ દિવસોમાં આ શોની કહાની ખૂબ જ રસપ્રદ બની રહી છે. અનુજ સાથે લગ્ન કર્યા બાદ હવે અનુપમા ટૂંક સમયમાં જ દાદી બનવાની છે અને શાહ પરિવારમાં નાનકડુ મહેમાન આવવાનું છે.

અનુપમા શોમાં હાલ કિંજલનું બેબી શાવર ચાલી રહ્યુ છે. થોડા સમય પહેલા અનુપમામાં તોષુનો રોલ કરનાર અભિનેતાએ તેની અને કિંજલનો રોલ કરનાર નિધિ શાહની બેબી શાવર પાર્ટીની તસવીરો શેર કરી હતી. દાદી બનવાના આનંદમાં અનુપમા પહેલેથી જ સાતમા આસમાન પર છે, જ્યારે વનરાજ પણ તેના ભાવિ પૌત્ર અથવા પૌત્રીને રમાડવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ બંનેની સાથે સાથે આખો શાહ પરિવાર કિંજલના બાળકની રાહ જોઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, અનુપમાના આગામી એપિસોડ્સમાં શું થશે એ જોવાનું રહેશે.

Shah Jina