ખબર મનોરંજન

પુનિત પાઠક અને નિધિ સિંહના લગ્નની વિડીયો આવ્યો સામે, પુનિતએ કરી કંઈક ચીટિંગ

લોનાવાલામાં ધમાકેદાર લગ્ન- રિસેપ્શન પછી સાસરામાં થયું નિધિનું સ્વાગત, નસીબ હોય તો આવા – જુઓ તસ્વીરો

ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને ડાન્સ પ્લસ ફેમ પુનિત પાઠક તેની ગર્લફ્રેન્ડ નિધિ સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યો છે. લગ્નમાં શક્તિ મોહન અને મુક્તિ મોહન ભારતી સિંહ અને સહિતના ઘણા સિતારાઓ શામેલ થયા હતા. હવે પુનિત પાઠક અને નિધિ સિંહના લગ્ન બાદની રસમોનો લગાતાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. હાલમાં જ બંનેનો એક વિડીયો ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. જેમાં પુનિત પાઠક અને નિધિ સિંહ વીંટીની રમત રમતા નજરે ચડે છે.

આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પુનિત પાઠક અને નિધિ સિંહ મોટા વાસણમાં પાણી અને દૂધમાં વીંટી ગોતી રહ્યા છે. બંને તેની આંખને બંધ કરી રાખી છે. આખરે આ રમતમાં નિધિ જીતી જાય છે. જેનાથી પુનિત હેરાન થઇ જાય છે. આ બાદ બધા હસવા લાગે છે. લગ્ન બાદ નિધિ સિંહનું સાસરિયામાં પણ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. નીધિએ ઓરેન્જ કલરની સાડી પહેરી છે અને માથે ગુલાબી રંગની ઓઢણી ઓઢી છે.

કોરિયોગ્રાફર અને એક્ટર પુનિત જે પાઠકે મંગેતર નિધિ મુનિ સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. બંનેએ લોનાવાલામાં 11 ડિસેમ્બરના રોજ સાત ફેરા લીધા હતા. સોશિયલ મીડિયામાં પુનિત અને નિધિના લગ્નની તસ્વીર અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

ખતરો કે ખેલાડી-9નો વિનર પુનિત પાઠકે ગર્લફ્રેન્ડ નિધિ મુનિ સિંહ સાથે ઓગસ્ટના અંતમાં સગાઈ કરી હતી. બંનેએ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં જ સગાઈ કરી હતી. સગાઈની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. પુનિતે આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, હંમેશાની શરૂઆત માટે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

પુનિત રિયાલિટી ડાન્સ શો ડાન્સ ઇન્ડિયા ડાન્સથી લાઇમલાઇટમાં રહ્યો હતો. જેમાં તે બીજો રનરઅપ બનીને બહાર આવ્યો હતો. આ સિવાય તે ડાન્સ પલ્સ, ડાન્સ ચેમ્પિયન અને ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટારમાં ભાગ લઇ ચુક્યો છે. પુનિતએ રેમો ડીસોઝાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એબીસીડી અને એબીસીડી 2માં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)