પતિ સાથે માલદીવમાં હનીમુન એન્જોય કરી રહી છે આ અભિનેત્રી, બેડરૂમથી લાઇવ કર્યો વીડિયો તો યુઝર્સને અભિનેત્રીના શરીરની એવી વસ્તુ દેખાઈ ગઈ કે શરમ આવવા લાગી

 

આ વર્ષની શરૂઆતથી ઘણી પ્રખ્યાત હસ્તીઓ લગ્નના બંધનમાં બંધાઈ છે. બોલિવૂડ સ્ટાર્સ હોય કે પછી ભોજપુરી સ્ટાર્સ… થોડા દિવસો પહેલા ભોજપુરીની જાણીતી અભિનેત્રી નિધિ ઝા ઉર્ફે લુલિયાએ યશ કુમાર સાથે સાત ફેરા લીધા હતા. લગ્ન કર્યા બાદ હનીમૂન પર ગયેલી આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લાઈવ વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોને કારણે તે હાલ ઘણી ચર્ચામાં છે. આ વીડિયોમાં લોકોનું ધ્યાન લૂલિયાની એવી વસ્તિ પર ગયુ કે વીડિયો જોતજોતામાં જ વાયરલ થઇ ગયો.

વીડિયોમાં લોકોનું ધ્યાન અભિનેત્રીના ગળા પર બનેલા લવ બાઈટ તરફ ગયું. નિધિ ઝા ઉર્ફે લુલિયાએ 2 મેના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નિધિ પતિ યશ સાથે હનીમૂન માટે માલદીવ ગઈ હતી.આ દરમિયાન નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેના પતિ સાથે એન્જોય કરતી વખતે ઘણા બધા ફોટો અને વીડિયો શેર કરતી રહી છે. આવી સ્થિતિમાં હવે તેના લેટેસ્ટ ફોટોમાં તે પતિ યશ કુમાર સાથે રોમાંસ કરતી જોવા મળી રહી છે. બંને સાથે મળીને કપલ ગોલ આપી રહ્યા છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

લગ્ન બાદ નિધિ ઝાનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે અને અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ દર્શકોને પસંદ પડી રહી છે. લગ્ન બાદ હનીમૂન પર માલદીવ પહોંચેલી નિધિ ઝાની તસવીરો સોશિયલ મીડિયાના કોરિડોર પર ઝડપથી વાયરલ થઈ રહી છે. નિધિ ઝા હનીમૂન પર પતિ યશ સાથે રોમેન્ટિક પોઝ આપતી તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ છે. માલદીવના સુંદર નજારાનો આનંદ માણતા નિધિ યશ કુમાર સાથે આનંદની પળો માણતી જોવા મળે છે.

નિધિ ઝાનો ઈન્સ્ટાગ્રામ લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નિધિ ઝાએ ચાહકોને માલદીવનો નજારો બતાવ્યો હતો. આ સાથે અભિનેત્રીએ વીડિયોમાં જણાવ્યું કે માલદીવમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ વાત એ છે કે નિધિ તેના બેડરૂમમાંથી આ વીડિયો શૂટ કરી રહી હતી. વીડિયોમાં એક્ટ્રેસ ગ્રીન કલરનો આઉટફિટ પહેરેલી જોવા મળી હતી. આ વીડિયોમાં એક્ટ્રેસે લોકોને પોતાના પતિ યશ કુમારનો પરિચય પણ કરાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Jha (@nidhijha05)

આ લાઈવ દરમિયાન લોકોની નજર એક્ટ્રેસના ગળા પર પડેલા લવ બાઈટ પર અટકી ગઈ હતી. આ પહેલા એક્ટ્રેસે યશને કિસ કરતી તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જણાવી દઈએ કેજ્યારે નિધિ ઝાના આ પહેલા લગ્ન છે, પરંતુ તેના પતિ યશ કુમારના આ બીજા લગ્ન છે. નિધિ સાથે પ્રેમમાં પડ્યા પહેલા અભિનેતાએ અંજના સિંહ સાથે લગ્ન કર્યા હતા. તે બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Jha (@nidhijha05)

આ લગ્નથી તેને એક પુત્રી અદિતિ સિંહ પણ છે, જે તેની માતા સાથે રહે છે. જો કે, હવે યશ અંજના સિંહથી અલગ થઈ ગયો છે અને નિધિ ઝા તેના જીવનમાં પ્રવેશી ચૂકી છે. બંને પોતાના પારિવારિક જીવનમાં ખૂબ જ ખુશ છે અને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

Shah Jina