બોલ્ડ અવતારમાં ધૂમ મચાવ્યા પછી મુંબઈથી લેહ લદ્દાખ જઈ રહી છે જૂની સોનુ, જુઓ ખુબસુરત તસવીરો

લક્ઝુરિયસ કાર લઈને રોડ ટ્રીપ પર નીકળી પડી જૂની સોનુ, ગુજરાતમાં પણ રોકાઈ- જુઓ PHOTOS

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોની જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાળી હાલ થોડા સમયથી ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એેક્ટિવ રહે છે

અને અવાર નવાર તેની બોલ્ડ અને ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે. નિધિની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે. તેણે થોડા સમય પહેલા તસવીર શેર કરી હતી અને તે પહેલા તેણે જંગલમાં તળાવની વચ્ચે સ્વિમિંગ કર્યાનો વીડિયો શેર કર્યો હતો. (Image Credit/Instagram-_ninosaur)

નિધિ ભાનુશાળીની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયા હતા, ચાહકોએ પણ તેના વીડિયોને ઘણો પસંદ કર્યો હતો. ચાહકોએ તો તેની તસવીર અને વીડિયો પર કમેન્ટ કરી પ્રતિક્રિયા પણ આપી હતી. એક યુઝરે તો કહ્યુ કે નિધિ તુ બદલાઇ ગઇ.

તમને જણાવી દઇએ કે, હવે નિધિ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તે તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે કોઇ ગામડામાં જોવા મળી રહી છે. નિધિ રોડ ટ્રિપ પર નીકળી છે અને જાણકારી અનુસાર આ ટ્રિપ 2-3 મહિના ચાલશે.

નિધિ ભાનુશાળીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે અને આ સાથે કેપ્શન પણ લખ્યુ છે. નિધિએ લખ્યુ કે, સૂર્યાસ્ત પાછળ અમે એક ગામમાં રોકાયા હતા.

ત્યાંના સ્થાનિકોએ રોકાઇ જવાનો આગ્રહ કર્યો હતો અને અમને ખાટલા આપ્યા હતા. ત્યાંનું સ્પેશિયલ દૂધ પણ અમને આપવામાં આવ્યુ હતુ. નિધિની ડોગ ખેતરમાં રમતી હતી અનેે તે લોકો ખુલ્લા આકાશમાં શાંતિથી સૂઇ ગયા હતા.

નિધિએ આગળ લખ્યુ હતુ કે, લાખો તારાઓને ખબર હતી કે અમને લોકો આ સલામત લોકો જોડે છીએ. સવારે સૂરજ જોયો અને ભોજન બાદ અમે નીકળી ગયા. ઉલ્લેખનીય છે કે, નિધિ ભાનુશાળીની માતા પુષ્પા ભાનુશાળીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, નિધિ તેના એક મિત્ર અને ડોગ સાથે રોડ ટ્રિપ પર નીકળી છે અને તેની આ ટ્રિપ 2-3 મહિના સુધી ચાલી શકે છે. તે ઘણી સાહસિક છે.

પુષ્પા ભાનુશાળીએ વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, નિધિ તેના  ડોગ વગર રહી શક્તી નથી અને તે જ કારણથી તે તેને સાથે લઇને ગઇ છે. તે ટ્રિપ પર તેની જૂની ગાડી લઇ જવા માંગતી ન હતી અને તેટલા જ માટે તેણે નવી ગાડી હોન્ડા WRV ખરીદી અને તેને પોતાની રીતે કસ્ટમાઇઝ પણ કરાવી અને તે બાદ તે ટ્રિપ પર ગઇ.

નોંધનીય છે કે, હાલ તો નિધિ પડદાથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તે ચાહકોની નજીક રહે છે. તેણે “તારક મહેતા” શોમાં 12 વર્ષની હતી ત્યારે પગ મૂક્યો હતો અને તે આ શોમાં 6 વર્ષ સુધી રહી હતી. તેણે 6 વર્ષ બાદ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો અને તે બાદ પલક સિધવાણી હવે સોનુનુ પાત્ર નિભાવી રહી છે. જુઓ નિધિની રોડ ટ્રિપની કેટલીક તસવીરો અને વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

Shah Jina