“તારક મહેતા”ની જૂની સોનુની આ તસવીર જોઇ ભિડે પણ થઇ જશે ગુસ્સે, હાથમાં સિગારેટ લઇ…

તારક મહેતાની જૂની સોનુને લોકોએ કરી ટ્રોલ, પપ્પા ભીડે પણ ચોંકી જશે…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીવીનો પોપ્યુલર અને હિટ શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોને દર્શકોનો પ્રેમ મળે છે. દર્શકોએ તો આ બાળકોને મોટા થતા જોયા છે.

શોમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક બદલાવ આવ્યા છે. કેટલાક કલાકાર શોને અલવિદા કહી ચૂક્યા છે અને તેમની જગ્યાએ નવા કલાકાર આવ્યા છે. શોનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી નિધિ ભાનુશાળી એટલે કે જૂની સોનુની ઘણીવાર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સોનુ તેની બોલ્ડ અંદાજની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. સોનુ તેની એડવેન્ચર લાઇફની પણ તસવીરો પણ શેર કરતી રહેતી હોય છે.

ત્યારે હાલ નિધિની તસવીરો વાયરલ થઇ રહી છે. જેને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ તસવીરને જોયા બાદ ચાહકો તેની પર ગુસ્સો જાહેર કરી રહ્યા છે. નિધિ ભાનુશાળીએ કેટલાક વર્ષ પહેેલા તેની તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. આ તસવીરમાં તેની સાથે તેની મિત્ર પણ જોવા મળી રહી હતી. બંને હાથમાં  સિગારેટ લઇ પોઝ આપી રહી છે.

નિધિનો આ અવતાર પહેલા કયારેય જોવા મળ્યો નથી. સિગારેટને કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. એટલું જ નહિ ચાહકો કહી રહ્યા છે કે, તે આવું કેવી રીતે કરી શકે. કેટલાક લોકોએ તેને ટ્રોલ કરતા લખ્યુ કે, તેના પાસે આવી ઉમ્મીદ ન હતી. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે, નિધિ બગડી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, નિધિની આ તસવીર કેટલાક વર્ષ જૂની છે. તે સિગરેટ પી રહી નથી પરંતુ તેની સાથે પોઝ આપી રહી છે. જણાવી દઇએ કે, નિધિની સ્ટાઇલ અને તેનો અંદાજ ઘણો અલગ છે. ભલે આ તસવીરને કારણે તેને લોકો ટ્રોલ કરી રહ્યા હોય પરંતુ તેની અદાઓ હંમેશા ચાહકોનું દિલ જીતી લે છે.

આ પહેલા પણ નિધિની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. કેટલાક દિવસો પહેલા જ નિધિનો એક બિકી વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે જંગલની વચ્ચો-વચ એક તળાવમાં ન્હાતી જોવા મળી હતી. નિધિના કેટલાક ચાહકોએ તેને યૂટયૂબ ચેનલ ચાલુ કરવા માટે પણ કહ્યુ હતુ.

Shah Jina