તારક મહેતાની જૂની સોનુ એટલે કે નિધિએ ગોલી ઉર્ફ કુશ સાથે શેર કરી તસવીર, લોકોએ કહ્યું, ‘ગોલી બેટા મસ્તી નહિ.’

જૂની સોનુએ જુઓ ‘ગોલી’ની કેવી હાલત કરી, ફેન્સે કહ્યું- ‘બેટા મસ્તી નહીં’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’એ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી છે. આ શોના કલાકારોની ફેનફોલોઇંગનું કારણ એ છે કે શો છોડ્યા પછી પણ લોકો તેમની લાઈફમાં શું ચાલી રહ્યું છે તે દર્શકો અને ચાહકો જાણવા માંગતા હોય છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે.

આ શોએ દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. શોમાં રીટા રીપોર્ટનું પાત્ર પ્રિયા આહુજાએ નિભાવે છે. તે હાલ ઘણી ચર્ચામાં છે.રીટા રીપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ તેના પતિ સાથે 20 તારીખના રોજ બીજીવાર લગ્ન કર્યા છે.  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ઘણા કલાકારોએ શો છોડી દીધો છે.  શો છોડ્યા પછી શોમાં તેમની જગ્યા બીજા કલાકારોએ લઇ લીધી છે પરંતુ શોના જુના કેટલાક કલાકર એવા છે જેને લોકો આજે પણ ખુબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

તેમાંથી એક છે શોની જૂની ‘સોનુ’ એટલેકે ‘નિધિ ભાનુશાલી’. નિધિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની બોલ્ડ તસવીરો શેર કરીને હંગામો મચાવી દેતી હોય છે. થોડા સમય પહેલા જ નિધિએ શોના ‘ગોલી’ જોડે એક તસવીર શેર કરી હતી જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં તમે નિધિની સાથે શોમાં ‘ગોલી’ એટલે કે ડોક્ટર હાથીના પુત્રનું કિરદાર કરી રહેલ ‘કુશ શાહ’ને જોઈ શકો છો. તસવીરમાં કુશ શાહના મોઢા પરથી ડરેલો હોય તેવું લાગી રહ્યું છે અને તેને હાથમાં સાવરણી પકડી છે જે તેના ખભા પર રાખેલી છે. કુશના ગળામાં નિધિએ પાછળથી હાથ મુકેલો છે.

ટપ્પુ સેનાના આ બંને મિત્રોની તસવીર જેવી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ લોકોએ સવાલોની લાઈન લગાવી દીધી હતી. વધારે પડતા યુઝર કોમેન્ટ કરી રહ્યા છે કે ભીડેની યાદ અપાવી દીધી અને તેમણે લખ્યું, ‘ભીડે વિચારી રહ્યો હશે કે આના કરતા તો ટપ્પુ સારો હતો.’ કોમેન્ટ બોક્સમાં જેને બધાનું ધ્યાન ખેંચ્યું એ હતું, ‘ટપ્પુ હવે કહેશે- ઠુકરા કે મેરા પ્યાર, મેરા ઇંતકામ દેખેગી.

જણાવી દઈએ કે નિધિની એન્ટ્રી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં વર્ષ 2013માં થઇ હતી. તેની પહેલા શોમાં ‘જીલ મહેતા’ સોનુનું કિરદાર નિભાવતી હતી. નિધિએ વર્ષ 2019માં શોને અલવિદા કરી દીધો હતો જેના પછી હવે ‘પલક સિધવાની’ શોમાં સોનુના રૂપમાં નજર આવે છે.

નિધિ વિશે વાત કરીએ તો તે તેની ટ્રિપ્સ માટે વાધારે ઓળખાતી હોય છે. નિધિએ તેના લુકને પુરી રીતે બદલી લીધો છે. થોડા દિવસો પહેલા જયારે નિધિએ બિકીમાં તસવીરો શેર કરી હતી ત્યારે સોશિયલ મીડિયા પર કહેર વરસાવી દીધો હતો. લોકોને તેમની આખો પર વિશ્વાસ થતો હતો નહિ કે ભોળી સોનુ આટલી બોલ્ડ થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

Patel Meet