તારક મહેતાના ગોલીએ શેર કરી હતી જૂની સોનુની તસવીર, બેકગ્રાઉન્ડમાં એવી ગંદી હરકત થઇ રહી છે કે તમે પણ શરમાઇ જશો

પાછળ આ શું ચાલી રહ્યું છે? PHOTOS જોઈને ફેન્સ શરમાઈ ગયા

નાના પડતા ઉપરનો સૌથી ખ્યાતનામ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દર્શકોની પહેલી પસંદ છે. આ શોના દરેકક પાત્રો પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ શોના ઘણા પાત્રો શો છોડીને ચાલ્યા ગયા છે છતાં પણ લોકો તેમને ચાહે છે અને તેના જ કારણે તે શોનો ભાગ ના હોવા છતાં પણ અવાર નવાર લાઇમલાઇટમાં છવાયેલા પણ રહેતા હોય છે.

દર્શકો વચ્ચે સૌથી હિટ રહેતો ટીવી ઉપરનો શો તારક મહેતા દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે. આ શો ટીઆરપીના લિસ્ટમાં પણ હંમેશા ટોપ 5માં જગ્યા બનાવે છે.આ શોના કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આજે આ શોની અંદર ઘણા પાત્રો બદલાઈ ગયા છે, પરંતુ શોમાં કામ કરી ચૂકેલા ઘણા પાત્રો આજે પણ લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે.

એવું જ એક પાત્ર છે તારક મહેતામાં સોનુનું કિરદાર નિભાવનાર નિધિ ભાનુશાલીનું. નિધિ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. એ પોતાના હોટ અંદાજથી સોશિયલ મીડિયામાં પણ સનસની મચાવી દે છે. આ વખતે નિધિ પોતાના એડવેન્ચર રૂપમાં જોવા મળી રહી છે.

નિધિએ પોતાના કેરિયરની શરૂઆત તારક મહેતા શો દ્વારા કરી હતી. જેમાં તેને ઝીલ મહેતાની જગ્યા લેતા આત્મારામ ભીડે અને માધવી ભીડેની દીકરી સોનાલિકા ઉર્ફે સોનુનું પાત્ર નિભાવ્યું હતું. નિધિએ તારક મહેતામાં લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું અને 2019માં પોતાના અભ્યાસ માટે તેને આ ધારાવાહિક છોડી દીધી હતી.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર નિભાવનાર નિધિ ભાનુશાળીએ ઘણુ નામ કમાવ્યુ છે.

નિધિ ભાનુશાળી આ દિવસોમાં તેનો અભ્યાસ અને તેની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે. ભલે નિધિ હાલ તો અભિનયની દુનિયાથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરો અને વીડિયોને પસંદ કરે છે.

નિધિ ભલે હવે શોનો ભાગ નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેની તસવીરોને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે નિધિની કેટલીક જૂની તસવીરો વાયરલ થઇ રહી છે જેને તારક મહેતામાં ગોલીનું પાત્ર નિભાવનાર કુશે શેર કરી છે.

આ તસવીરોમાં ખાસ વાત તો એ છે કે નિધિની બધી તસવીરોમાંની એક તસવીર એવી છે જેમાં બેકગ્રાઉન્ડમાં જે થઇ રહ્યુ છે તેને લઇને નિધિ ચર્ચામાં છવાઇ ગઇ છે. તસવીરમાં નિધિની પાછળ એક છોકરો અને એક છોકરી કિસ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હવે બધા એ જ પૂછી રહ્યા છે કે આખરે આ કપલ છે કોણ ?

શોમાં નિધિના કો-સ્ટાર રહી ચૂકેલ કુશ શાહે 16 માર્ચ 2018ના રોજ અભિનેત્રીની કેટલીક તસવીરો શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. આ તસવીરોમાંની એક તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. તસવીરમાં નિધિ કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે અને તેણે પિંક કલરનું ટોપ પહેર્યુ છે.

આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, પીછે દેખો પીછે. એક અન્ય યુઝરે મજાકમાં કમેન્ટ કરતા લખ્યુ કે, પાછળ જેઠાલાલ અને ઐય્યરની પત્ની છે. એક યુઝરે લખ્યુ કે, ત્રીજી તસવીરમાં પાછળ તો ઇલુ ઇલુ ચાલી રહ્યુ છે. એક યુઝરે તો એવી પણ કમેન્ટ કરી છે કે, ગોલી બેટા મસ્તી નહિ.

આ તસવીર પર યુઝર્સ ઉપરાંત શોના ડાયરેક્ટર માલવ રાજદાની પત્ની પ્રિયા આહુજા પણ બંનેને એ સવાલ પૂછી રહી છે. જણાવી દઇએ કે, પ્રિયા આહુજા શોમાં રીટા રીપોર્ટરનું પાત્ર નિભાવી રહી છે.

થોડા સમય પહેલા જ નિધિનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે જંગલ વચ્ચે એક તળાવમાં નહાતી જોવા મળી હતી. તે બાદ તેણે બીચ વીડિયો પણ શેર કર્યો હતો. આ પહેલા પણ નિધિની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kush (@kushahh_)

Shah Jina