સોનુએ નાકમાં પહેરી બાલી, કપાવ્યા વાળ, આ 5 તસવીરોમાં લુક જોઇ ખુલ્લુ રહી જશે મોં

તારક મહેતાની સોનુએ વાળ કપાવી નાખ્યા, આ 5 તસવીરો જોઇ તમે ડઘાઇ જશો.. PHOTOS જોઈને કહેજો કેવી લાગે છે

ટીવીનો લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ દર્શકોના દિલમાં એક અલગ અને ખાસ જગ્યા બનાવી લીધી છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. દર્શકોએ આ શોના ચાઇલ્ડ આર્ટિસ્ટને મોટા થતા જોયા છે. આ કલાકારોથી લોકોનું અલગ જ કનેક્શન છે. આ શોમાં ઘણા એવા પાત્રો છે, જે બદલાઇ ગયા છે અને કેટલાક શોમાં છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળતા નથી.

શોમાં ટપ્પુ સેનાને લોકો ઘણો પ્રેમ આપે છે અને આ ટપ્પુ સેનાની એકમાત્ર છોકરી મેમ્બર સોનુ ભિડે ઘણી ફેમસ છે. હાલ સોનુ ભિડેનું પાત્ર પલક સિધવાની નિભાવી રહી છે, આ પહેલા આ પાત્રને અભિનેત્રી નિધિ ભાનુશાળીએ નિભાવ્યુ હતુ. નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે, તેની તસવીરો અને વીડિયો જોતજોતામાં વાયરલ પણ થઇ જતા હોય છે.

નિધિ તેના બોલ્ડ લુક અને તેની સ્ટાઇલને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. ત્યારે હવે નિધિએ તેનો લુક બદલી દીધો છે. જેને કારણે તેની ઘણી ચર્ચા થઇ રહી છે. નિધિ ભાનુશાળી ઘણા સમય પહેલા જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી ચૂકી છે, પરંતુ તેમ છતાં આજે પણ લોકો તેને જૂની સોનુના નામથી વધુ ઓળખે છે અને આ જૂની સોનુએ તેની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવી લીધુ છે.

નિધિ ભાનુશાળી ખૂબ જ સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે, તેથી તે પોતાની સ્ટાઈલ સાથે પ્રયોગ કરવાનું પસંદ કરે છે. હાલમાં તે પોતાના નવા લુકને લઈને ખૂબ જ ચર્ચામાં છે. નિધિને નાકમાં બાલી અને એકદમ નાના વાળમાં જોઈને તેના ચાહકો સ્તબ્ધ છે. આ તસવીરોમાં નિધિ ભાનુશાળીને જોઈને તેને એક નજરમાં ઓળખવી પણ મુશ્કેલ છે.

તારક મહેતા શોમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી, તેથી તેનો નવો લુક લોકો સ્વીકારી રહ્યા નથી. તેને જોઈને કેટલાકને લાગે છે કે તેણે લિપ સર્જરી કરાવી છે. જણાવી દઇએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો પછી નિધિ અન્ય કોઈ શોમાં જોવા મળી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટોના કારણે તે લાઈમલાઈટમાં રહે છે.

નિધિના નવા લુક પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ક્યા સે ક્યા હો ગયા દેખતે-દેખતે’. બીજાએ લખ્યું, ‘પહેલા તે ખૂબ સુંદર લાગતી હતી અને હવે ભઠ્ઠા કટિંગ કરાવી લીધુ. બીજા એકે લખ્યું, ‘તારક મહેતામાં તે વધુ સારી દેખાતી હતી.’ જો કે, કેટલાક યુઝર્સ તેની આ તસવીરને પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દર્શકોએ તો શોની ટપુ સેનાને મોટી થતી જોઇ છે. આ શોના દરેક કલાકારો ફેમસ છે. શોના દર્શકોએ દરેક કલાકારોને ઘણા પ્રેમ આપ્યો છે. આ ઉપરાંત દર્શકોની ફેવરેટ ટપુ સેના છે અને ટપુ સેના વિશે તેઓ ઘણુ જાણવા પણ માંગતા હોય છે. ત્યારે ટપુ સેનામાં ટપુ અને સોનુનુ પાત્ર નિભાવતા કલાકારો બદલાઇ પણ ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

ટપુ સેનામાં હાલ સોનુનું પાત્ર પલક સિધવાની નિભાવી રહી છે, આ પહેલા સોનુનું પાત્ર નિધિ ભાનુશાળીએ નિભાવ્યુ હતુ, જેને પણ દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલી તેના હોટ અવતારથી સોશિયલ મીડિયા પર ફેન્સને દીવાના બનાવે છે.

Shah Jina