“તારક મહેતા”ની જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાળીએ શેર કરી એવી તસવીર કે તમે પણ વારંવાર જોશો તેનો ગ્લેમરસ અંદાજ

ગજબ પણ : જૂની સોનુની આ તસવીર જોયા પહેલા થામી લો દિલ, ગ્લેમરસ લુક આગળ ભૂલી જશો માસૂમ ચહેરો

ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની ખાસ વાત એ છે કે આ શો દરેકને ખૂબ જ પસંદ આવે છે, પછી તે બાળકો હોય કે મોટા. આ જ કારણ છે કે છેલ્લા 14 વર્ષથી આ શો દર્શકોની પહેલી પસંદ બની રહ્યો છે. આ શોના દરેક પાત્રની પોતાની ખાસ ફેન ફોલોઈંગ છે. પછી તે શોના મુખ્ય અભિનેતા હોય કે પછી કોઇ ચાઇલ્ડ આર્ટિસ્ટ. શોના દર્શકોએ ટપુ સેનાને મોટી થતી જોઇ છે. જો કે, ટપુ સેનામાં સોનુનુ પાત્ર ભજવતી અભિનેત્રીઓ બદલાઇ પણ છે, પરંતુ દર્શકોએ નવા પાત્રને ઘણો પ્રેમ આપ્યો છે.

આવી જ એક ચાઈલ્ડ આર્ટિસ્ટ છે જે હવે ગ્લેમરસની સાથે સાથે બોલ્ડ પણ બની ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી નિધિ ભાનુશાળીની જેણે ‘તારક મહેતા…’માં સોનુ ભીડેનું પાત્ર ભજવ્યું હતું. નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ દરમિયાન નિધિએ તેના એક અલગ જ લુકની તસવીર શેર કરી છે. જે ખૂબ જ ગ્લેમરસ છે.

નિધિ ભાનુશાળી ચાહકો સાથે તેના અંગત અને સાહસિક જીવન સાથે સંબંધિત તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. આ દરમિયાન, નિધિએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક ખૂબ જ ખાસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિધિનો લુક જોઈને તમે પણ તેના ફેન થઈ જશો. નિધિ વાંકડિયા વાળમાં જોવા મળી રહી છે. સાથે જ તેણે વાળમાં હેર એસેસરી પણ લગાવી છે.

તસવીરમાં તેનો પોઝ ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. ચાહકો આ તસવીરને ઘણી પસંદ કરી રહ્યા છે. આ તસવીર ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. નિધિ ભાનુશાળીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી ખાસ ઓળખ મળી હતી.

આ શોમાં નિધિએ આત્મારામ તુકારામ ભીડેની પુત્રી સોનુ ભીડેની ભૂમિકા ભજવી હતી. આ પછી, વર્ષ 2019માં, નિધિએ શો છોડી દીધો. આ પછી નિધિના બદલે હવે અભિનેત્રી પલક સિધવાની સોનુના રોલમાં જોવા મળી રહી છે.જણાવી દઇએ કે, સૌથી પહેલા સોનુનુ પાત્ર ઝિલ મહેતાએ ભજવ્યુ હતુ. જેને પણ દર્શકો દ્વારા ઘણો પ્રેમ મળ્યો હતો.

Shah Jina