જૂની સોનુ ઉર્ફ નિધિએ બીચ ઉપર લગાવી એવી દોડ કે ફરી ચાહકોનું દિલ લપસી ગયું… જુઓ વીડિયો

ભીડેની લાડલીએ બીચ પર લગાવી દોડ, બેહદ ખુબસુરત દેખાઈ રહી છે જુઓ PHOTOS

દર્શકો વચ્ચે સૌથી હિટ રહેતો ટીવી ઉપરનો શો તારક મહેતા દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે. આજે આ શોની નદાર ઘણા પાત્રો બદલાઈ ગયા છે, પરંતુ શોમાં કામ કરી ચૂકેલા ઘણા પાત્રો આજે પણ લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે. એવું જ એક આ શોનું પાત્ર છે સોનુનું. સોનુનું પાત્ર એક સમયે અભિનેત્રી નિધિ ભાનુશાલી નિભાવતી હતી. જે આજે પણ લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે.

નિધિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ તે શેર કરતી રહે છે, નિધિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 8 લાખની આસપાસ ફોલોઅર્સ છે અને તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી.

નિધિનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બીચ ઉપર દોડતી નજરે આવી રહી છે. આ વીડિયો ચાહકો માટે શેર કરવાની સાથે નિધિએ ખુબ જ સુંદર કેપશન પણ આપ્યું છે.

નિધિએ લખ્યું છે કે, “સૂર્યાસ્તના અલગ અલગ રંગ. ચોમાસામાં સૂર્યાસ્ત અલગ રીતે સુંદર હોય છે. સૂરજ ઢળતા પહેલા વાદળોની પાછળ સંતાઈ જાય છે અને કેટલા સુંદર રંગ વિખેરે છે. આખું આકાશ સુંદર રંગોથી ભરાઈ જાય છે જ્યાં સુધી અંધારું નથી થતું.”

નિધિએ થોડા દિવસ પહેલા પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ગેસ સ્ટવ ઉપર જમવાનું બનાવતી નજર આવી હતી. આ નજારો પણ બીચનો જ છે. આ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે નિધિ લાંબા એડવેન્ચર વેકેશન ઉપર છે. નિધિ પોતાની આ ટ્રિપને ખુબ જ એન્જોય કરી રહી છે. તેના આ ફન વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ધૂમ મચાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા નિધિનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેમાં તે જંગલની વચ્ચે એક તળાવની અંદર નહાતી નજર આવી હતી. ઘણા લોકોએ નિધિને યુટ્યુબ ચેનલ ચલાવવા માટે પણ કહ્યું છે. તો ઘણા લોકો તેને વધારે લાંબા વીડિયો બનાવવા માટે પણ કહી રહ્યા છે. નિધિના બધા જ વીડિયો ખુબ જ મજેદાર હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)


તમને જણાવી દઈએ કે નિધિ તારક મહેતામાં આત્મારામ ભીડેની દીકરી સોનાલિકા ઉર્ફે સોનુનું પાત્ર નિભાવી રહી હતી. સોનુ ટપ્પુ સેનામાં સૌથી હોશિયાર મેમ્બર હતી. નિધિ બાદ હવે આ પાત્રને અભિનેત્રી પાલક સિંધવાની નિભાવી રહી છે. તેના પહેલા ઝીલ મહેતા આ પાત્રને નિભાવ્યું હતું.

Niraj Patel