ટીવી સિરિયલ મેરે ડેડ કી દુલ્હન અને હમ તુમ ઔર દેમ વેબ સિરીઝમાં ધૂમ મચાવનાર શ્વેતા તિવારી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. પરંતુ કામમાંથી સમય કાઢીને તેના ભાઈના લગ્નનમાં શામેલ થવા માટે ઘરે પહોંચી ગઈ છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનો ભાઈ નિધન તિવારી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. શ્વેતા તિવારીના પરિવારથી હલ્દી સેરેમનીની તસ્વીર સામે આવી છે. શ્વેતાએ તેના ઇન્સ્ટાગ્રામમાં આ સેરેમનીની તસ્વીર શેર કરી છે. શ્વેતા તિવારી તેના ભાઈની હલ્દી સેરેમનીમાં નજરે આવી રહી છે. હલ્દી સેરેમનીની તસ્વીર તેને સોશિયલ મીડિયામાં શેર કરી છે. 39 વર્ષની શ્વેતાની સુંદરતા બધા જ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

ભાઇની હલ્દી સેરેમનીમાં શ્વેતા તિવારીએ પીળા રંગની લહેંગો સાથે જ મોટા ઇયરિંગ્સ પહેર્યા હતા. શ્વેતાની સાથે તેની દીકરી પલક તિવારી પણ નજરે પડે છે.

એક તસ્વીરમાં શ્વેતા તિવારી તેના બંને માતાપિતા સાથે નજરે આવી રહી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, પલક તિવારીના ચહેરા પર પણ હલ્દી લાગી છે.

શ્વેતા તિવારીએ ઓરેન્જ કલરનો જયારે પલકે પીળા કલરનો લહેંગો પહેર્યો હતો. શ્વેતા તિવારીના બંને બાળકો પલક તિવારી અને પુત્ર રેયાંશ કોહલી પણ નજરે ચડી રહ્યા છે.

વધુ એક ફોટોમાં શ્વેતા અને તેની ભાભી યાસ્મીન શેખ નિધાન તિવારીને ગાલ પર કિસ કરી રહ્યા છે. આ ફોટો શેયર કરતા શ્વેતાએ લખ્યું છે પરિવાર.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.