ખબર

કોરોનાની ભવિષ્યવાણી કરનારા મનોવૈજ્ઞાનિકનો દાવો: 2021માં આવી શકે છે આ મોટી મુસીબત

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ફેલાયેલો છે ત્યારે આ કોરોના અંગેની ભવિષ્યવાણી પહેલા જ કરી દેવામાં આવી હતી. આ ભવિષ્યવાણી 35 વર્ષીય મનીવૈજ્ઞાનિક નિકોલસ ઓજુલાએ કરી હતી. હવે 2021 માટે પણ તેમને મોટી ચેતવણી જાહેર કરી છે.

Image Source

નિકોલસ ઓજુલાનું કહેવું છે કે કોરોના વાયરસથી જજુમી રહેલી દુનિયાને નવા વર્ષની શરૂઆતમાં આ મહામારીમાં કોઈ રાહત નહિ મળે. તેમને કહ્યું કે નવા  વર્ષ બાદ પણ સ્થિતિ આવી જ રહશે. વસંતની આસપાસ સંક્રમણ ઉપર કાબુ મેળવવાની સ્થિતિ બની શકશે. પરંતુ લોકોની અંદર રહેલા ભય અને કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધ વર્ષ 2022 સુધી સમાપ્ત નહીં થાય.

Image Source

નિકોલસે પોતાની ભવિષ્યવાણીમાં બીજા એક મોટા સંકટની પણ વાત કરી છે. તેમનું કહેવું છે કે એક વૈશ્વિક મહામારી કોરોનાથી જજુમી રહેલા વિશ્વ આગળના વર્ષે એક બીજી બીમારી “પિંગ ફ્લૂ”નો પણ સામનો કરશે. જો કે તેમનું કહેવું છે કે સુવરથી જન્મનારી આ બીમારી બીજા વાયરસ જેવી નહિ હોય. પરંતુ છતાં પણ દુનિયા તેનાથી હેરાન થશે.

Image Source

આ ઉપરાંત પણ નિકોલસે અન્ય ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે 2021માં દુનિયાભરમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રર્દશન પણ થશે. અને આ આવનારા 2 વર્ષો સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત નિકોલસે ડોનાલ્ડ ટ્રમ્પની હારની પણ ભવિષ્યવાણી કરી હતી.