વિદેશી પતિ ઉપર પ્રેમ ઉભરાયો પ્રિયંકાને, ચાહકોએ લૂંટાવ્યો પ્રેમ, જુઓ PHOTOS
Priyanka Chopra-Nick Jonas Vacation : બોલિવુડથી લઇને હોલિવુડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડનાર ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પતિ અને દીકરી સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીના પતિ નિક જોનાસે વેકેશન એન્જોય કરતી કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં પ્રિયંકા તેના પતિ નિક સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાંથી કેટલીક કપલની તેમની દીકરી સાથેની પણ છે. એક ફોટોમાં તે બિકીની પહેરીને નિકના ખોળામાં બેઠેલી તે બીજા એક ફોટોમાં તે પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે બીચ પર વેકેશન માણી રહેલી જોવા મળી રહી છે. દરિયા કિનારે પ્રિયંકા ચોપરા તેની દીકરી માલતી સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.
નિક જોનાસ પણ તેની પત્ની અને પુત્રી સાથે ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. નિક જોનાસની પણ દીકરી માલતી મેરી સાથે એન્જોય કરતી કેટલીક તસવીરો છે. આ ઉપરાંત તેની એક તસવીરમાં તે દરિયામાં ડૂબકી મારતા પહેલા શર્ટલેસ પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કપલ પાર્ટી વેર આઉટફિટમાં પણ કેટલીક તસવીરોમાં જોવા મળ્યું હતું.
પ્રિયંકા પતિ નિક સાથે રોમેન્ટિક લાગી રહી હતી અને તેણે પતિના ખભા પર માથું રાખીને હસતા પોઝ પણ આપ્યો હતો. નિક જોનાસે ફેમિલી ફોટોની સાથે સાથે નેચરલ બ્યુટીની પણ કેટલીક તસવીરો શેર કરી હતી. નિક જોનાસે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યું, ‘જુલાઈ એક ફિલ્મ હતી.’
પ્રિયંકાના લુકની વાત કરીએ તો, તે એક તસવીરમાં ચેક પેટર્નની બિકીનીમાં તો એક તસવીરમાં વેસ્ટર્ન આઉટફિટમાં અને બીજી એક તસવીરમાં બ્લેક કેઝ્યુઅલ આઉટફિટમાં જોઇ શકાય છે. પ્રિયંકા અને નિકે તેમનું વેકેશન પ્રકૃતિના ખોળામાં માણ્યુ. એક તસવીરમાં ડેકોરેશન જોવા મળી રહ્યુ છે અને તેમાં લખ્યું છે, ‘હેપ્પી બર્થ ડે પ્રી’.
નિક જોનાસે આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. પ્રિયંકા ચોપરાની સ્ટાઈલ જોઇ ફેન્સ તો દીવાના બની ગયા હતા. જણાવી દઇએ કે, પ્રિયંકાએ 18મી જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ ઓગસ્ટ 2018માં તેમણે બંને પરિવારોની હાજરીમાં મુંબઈમાં આયોજિત પરંપરાગત પંજાબી રોકા સમારોહમાં સગાઈ કરી. બાદમાં તેઓએ તે જ વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ કર્યા. આ કપલે જાન્યુઆરી 2022માં સરોગસી દ્વારા એક પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનું સ્વાગત કર્યું હતુ.