મનોરંજન

પત્ની પ્રિયંકા નિકથી દૂર હતી તો નિક આ કામ કરતા ઝડપાયો, જુઓ સબૂત

બોલીવુડમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જૉનસની જોડી બોલીવુડમાં સૌથી રોમેન્ટિક જોડીઓમાંની એક છે. બંન્ને મોટાભાગે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. ક્યારેક પોતાની રોમેન્ટિક તસ્વીરો તો ક્યારેક બંન્નેના વેકેશનની તસ્વીરો લોકોને દીવાના બનાવી દે છે.

 

View this post on Instagram

 

That smile. 😍

A post shared by Nick Jonas (@nickjonas) on

પ્રિયંકા-નિકની બોન્ડિંગ અને રોમેન્ટિક કેમેસ્ટ્રી ફૈન્સને પણ ખુબ પસંદ આવે છે. બંન્નેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રહે છે. તેઓની તસ્વીરો સામે આવતા જ વાઇરલ થઇ જાય છે અને ફૈન્સને પણ ખુબ પસંદ આવે છે.

નિક-પ્રિયંકા એકબીજાથી દૂર રહેવા છતાં પણ એકબીજાને ખુબ યાદ કરતા રહે છે. એવામાં બંન્ને એકબીજાનો ખામીને પુરી રીતે અનુભવ કરી રહ્યા છે, અને એકબીજા વગર બિલકુલ દૂર રહી શકતા નથી. એવામાં બંન્ને આ ઉપાયથી એકબીજાની દુરીઓને દૂર કરી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા તાજેતરમાં પોતાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મને લઈને પ્રિયંકા ખુબ જ ઉત્સાહિત છે. ફીલ્મ સાચી કહાની પર આધારિત છે. ફિલ્મને સોનાલી બોસએ ડાયરેક્ટ કરી છે.

 

View this post on Instagram

 

Happy Easter to you and yours! From me and mine. ❤️🐣

A post shared by Nick Jonas (@nickjonas) on

પ્રિયંકા અમુક દિવસો પહેલા મિલાનમાં હતી. જેના પછી તે પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઇન્ડિયા આવી ગઈ છે. પણ એકબીજાથી દૂર હોવા છતાં પણ તેઓ વિડીયો કોલ દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે, અને વિડીયો કોલ દ્વારા પોતાની દુરીઓને ખતમ કરી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ફૈન્સને મળવાના સમયે નિક વિડીયો કોલ પર પ્રિયંકા સાથે વાત કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

You are my sunshine my only sunshine… #miami

A post shared by Nick Jonas (@nickjonas) on

જેનો વિડીયો પણ નિકએ શેર કર્યો છે જેમાં નિક પ્રિયંકા સાથે વિડીયો કોલ પર વાત કરતા દેખાઈ રહ્યા છે. વિડીયો ખુબ વાઇલર થઇ રહ્યો છે અને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બંન્નેની વિડીયો કોલની તસ્વીરો અને વિડીયોમાં બંન્ને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એવામાં ફૈન્સ આ પાવરફુલ કપલની બોન્ડિંગ અને પ્રેમના ખુબ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Hello beautiful. #cannes

A post shared by Nick Jonas (@nickjonas) on

જણાવી દઈએ કે ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંકમાં પ્રિયંકાના સિવાય ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ લીડ રોલમાં છે. ફિલ્મના ટ્રેલરને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મ 11 ઓક્ટોબર 2019 ના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.

જુઓ વિડીયો-1…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.