બોલીવુડના હોટ અને ગ્લેમરસ જોડીઓમાંના એક પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ મોટાભાગે ચર્ચામાં બન્યા રહે છે.મોટાભાગે બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થાતી રહે છે, જેમાં તેઓ ક્યારેકે એકબીજા સાથે ડાન્સ કરતા તો ક્યારેક રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે.
એવામાં એક નવી ખબર સામે આવી છે કે બંન્ને પોતાના માટે અમેરિકામાં એક નવા ઘરની શોધ કરી રહ્યા છે. મળેલી જાણકારીના આધારે નિક-પ્રિયંકા અમેરિકાના લૉસ એંજેલિસના બેલ એરિયા અને બેવર્લી હિલ્સ વિસ્તારની આસપાસ નવા ઘર માટે રિસર્ચ કરી રહ્યા છે જેના માટે તેઓએ શોધખોળની સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
View this post on Instagram
Best use of a vacation. The hubby taking pictures. Lol 😝 📷@nickjonas 👙 ☀️ 🍸 💏
જો કે બંનેનું લૉસ એન્જેલસમાં પહેલાથી જ એક ઘર હતું જ્યા તેઓ લગ્ન પહેલા રહેતા હતા, પણ હવે બંન્નેએ પોતાનું આ ઘર 48 કરોડ રૂપિયાના વેંચી નાખ્યું છે
અને હવે તેનાથી પણ ત્રણ ગણી કિંમતના આલીશાન ઘરની શોધખોળ કરી રહ્યા છે.
એપ્રિલ-2018 માં આ ઘરને અમેરિકી સીંગર અને પ્રિયંકાના પતિ નિક જૉનસે 46 કરોડ રૂપિયાના ખરીદ્યુ હતું,આ આલીશાન ઘરમાં 5 બેડરૂમ અને 5 બાથરૂમ હતા.
આ સિવાય શાનદાર સ્વિમિંગ પુલ હતું અને સૌથી ખાસ વાત એ કે તેના ઘરથી પહાડોનો સુંદર નજારો પણ દેખાતો હતો. નિક-પ્રિયંકાનું આ ઘર લગભગ 4,129 સ્કવેર ફૂટમાં ફેલાયેલું હતું.
જો કે તેઓનું પહેલું ઘર આલીશાન હોવા છતાં પણ બંને તેનાથી પણ મોટું ઘર ખરીદવા માંગે છે જેના માટે દેસી ગર્લ પ્રિયંકા અને નિકે લગભગ 2 કરોડ ડોલર એટલે કે 140 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે.
જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ પ્રિયંકાનો સોશીયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં તે આલ્કોહોલ બ્રાન્ડની જાહેરાત કરતી નજરમાં આવી હતી.
જેમાં પ્રિયંકાના જીવનના ઘણા શેડ્સ પણ નજરમાં આવ્યા હતા.
જણાવી દઈએ કે નિક-પ્રિયંકાએ જોધપુરમાં 1 ડિસેમ્બર 2018 ના રોજ હિન્દૂ અને ક્રિશ્ચિયન એમ બંન્ને રિવાજથી લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીયે તો પ્રિયંકા ફિલ્મ ‘દ સ્કાઈ ઇસ પિન્ક’માં નજરમાં આવવાની છે જે 11 ઓક્ટોબરના રોજ રીલીઝ થઇ શકે તેમ છે.
ખાસ વાત એ પણ છે કે તેની આવનારી ફિલ્મને ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી છે.
આ ફિલ્મમાં તેની સાથે બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તર અને અભિનેત્રી જાયરા વસીમ પણ નજરમાં આવવાના છે.
View this post on Instagram
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks