બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જૉનસના લગ્નનું એક વર્ષ થવા જઈ રહ્યું છે. આગળના વર્ષે ડિસેમ્બર મહિનામાં બંન્ને લગ્નગ્રંથિથી જોડાયા હતા. બંન્નેના જોધપુરના ઉમ્મેદ ભવનમાં ધામધૂમથી હિંદુ અને ક્રિશ્ચિન રિવાજથી લગ્ન થયા હતા.
બંન્ને અવાર નવાર એકબીજા સાથેની રોમેન્ટિક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. પ્રિયંકા-નિક પોત-પોતાના કામમાં વ્યસ્ત રહેવા છતાં પણ એકબીજા માટે સમય કાઢી જ લે છે. એવામાં અમુક દિસવો પહેલા જ પ્રિયંકાએ પોતાના ખુશહાલ વિવાહિત લગ્ન જીવનનું રહસ્ય ખોલ્યું છે.
જો કે તેઓએ એ પણ માન્યું કે લગ્ન પછી પરિવાર અને કામને સમય આપવો એક ચેલેન્જ છે પણ તેઓએ પોતાના લગ્નને એક નિયમના આધીન રાખ્યા છે. નિયમના આધારે કોઈપણ સંજોગે તેઓ એકબીજાથી બે થી ત્રણ અઠવાડિયા માટે જ દૂર રહે છે અને જયારે પણ આવું થાય છે ત્યારે તેઓ વિડીયો કોલના માધ્યમ દ્વારા એકબીજા સાથે સંપર્કમાં રહે છે.
પ્રિયંકાએ કહ્યું કે,”અમે દુનિયાના કોઈપણ ખૂણામાં પણ કેમ ન હોય અમે પુરા સમય વિડીયો કોલ દ્વારા એક-બીજા સાથે જોડાયેલા રહીયે છીએ. બીજા વ્યક્તિને જીવનમાં શામિલ કરવા માટે આ ખુબ જ જરૂરી છે અને અમે તે કરીયે છીએ.”
પ્રિયંકાએ આગળ કહ્યું કે,”મને ખુબ જ ખુશી છે કે મેં એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા જે મારી મહત્વકાંક્ષા અને મારી લાગણીઓને સમજે છે.”
“અમારા બંન્ને માટે અમારું કામ પણ ખુબજ મહત્વપૂર્ણ છે. અમે બંન્ને એવા પરિવારથી આવીએ છીએ જ્યા અમને વારસામાં કંઈપણ નથી મળ્યું. અમે બંન્નેએ અમારી કારકિર્દીને અહીં સુધી પહોંચાડવા માટે ખુબ મહેનત કરી છે. આજે અમે જે જગ્યા પર છીએ તે આગળના બે દશકોના મહેનતનું જ પરિણામ છે. અમે જે પણ કરીયે છીએ તેની જાણકારી અમને બંન્નેને હોય છે અને અમે બંન્ને એકબીજાનું હંમેશા સમર્થન કરીયે છીએ.”
પ્રિયંકાએ આગળ વાત કરતા કહ્યું કે,”પોતાનું વ્યક્તિગત જીવન હોવું પણ ખુબ જ જરૂરી છે, જે તમને એક સારો વ્યક્તિ બનાવવાની સાથે સાથે એક બીજાને જાણવા સમજવામા પણ મદદ કરે છે. લોકો પોતાના સંબંધને મજબૂત બનાવવા માટે પોતાના પર દબાવ કરે છે પણ તે કામ નથી કરતું. તમારો સંબંધ ત્યારે જ બેસ્ટ બનશે જ્યારે તમે જાતે જ બનાવવા માંગશો.”
પ્રિયંકાએ લગ્નની વર્ષગાંઠના પ્લાન વિશે વાત કરતા કહ્યું કે,”અત્યારે નિક તેના માટે જ પ્લાન કરી રહ્યા છે હું બસ તેની સાથે વર્ષગાંઠ એન્જોય કરવા માગું છું.”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.