મનોરંજન

પ્રિયંકા ચોપરા અને નિક જૉનસના ઘરે આવ્યું ‘નાનું મહેમાન’, જુઓ PHOTOS

અમુક દિવસો પહેલા જ પ્રિયંકા ચોપરા અને નિક કાકા-કાકી બન્યા હતા. નિકના ભાઈ જૉ જૉનસ અને પત્ની સોફી ટર્નર માતા-પિતા બન્યા હતા. એવામાં આ નવા મહેમાનના આવવાની  ખુશીથી પૂરો જૉનસ પરિવાર ઉત્સાહમાં હતો.

Image Source

એવામાં એકવાર ફરીથી નિક-પ્રિયંકાના ઘરે નાનું મહેમાન આવ્યું છે, જેનું સ્વાગત બંન્નેએ ખુબ ધામધૂમથી કર્યું હતું.

Image Source

વાત કંઈક એવી છે કે પ્રિયંકા-નિકએ નવો ડોગી(કૂતરો) લીધો છે, જેની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને નીકએ લખ્યું કે,”પંડા….પરિવારમાં તારું સ્વાગત છે. પંડા એક હસ્કી ઓસ્ટ્રેલિયન કૂતરો છે અને આપણે બંન્ને પહેલાથી જ પ્રેમમાં છીએ”.

Image Source

ડોગી સાથેની નિક-પ્રિયંકાની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે જેમાં તેઓ આ નવા મહેમાનનું સ્વાગત કરતા દેખાઈ રહ્યા છે. તસ્વીર પર અત્યાર સુધીમાં 1 કરોડથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે અને લોકો પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Image Source

તસ્વીરોમાંં પ્રિયંકા હંમેશાની જેમ ખુબ જ ગ્લેમરસ અને સુંદર દેખાઈ રહી છે, જ્યારે નિક પણ બ્લેક ટીશર્ટમાં હેન્ડસમ દેખાઈ રહ્યા છે.